ગુજરાતમાં કહેવત છે કે સિંહોના ટોળા ન હોય. ટોળા તો કુતરાના હોય. પરંતુ અહીં તો કંઇક અલગ જ નજારો જોવા મળ્યો. કળીયુગમાં કહેવત ખોટી ઠરી છે. જોવા જઇએ તો ધારી-અમરેલી રોડ પર આમ તો દિવસભર વાહનોની અવરજવર સતત ચાલુ હોય છે. રાત્રીના સમયે પણ આ માર્ગ ધમધમતો હોય છે. વળી આ વિસ્તાર સાવજોનો વિસ્તાર છે.
અહીં અવારનવાર સાવજો રસ્તા પર આવી જાય છે અને અડિંગો જમાવે છે. ત્યારે ફરી એકવાર અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકા બાદ ધારીમાં પણ રહેણાંક વિસ્તારમાં સિંહ ઘૂસી આવ્યાની ઘટના સામે આવી છે.અમરેલી જિલ્લાના ધારી ઉપરાંત રાજુલા, ખાંભા, છતડીયા, હિંડોરણા સુધી સિંહ પહોંચવા લાગતા આ વિસ્તારના લોકોમાં ડરનો માહોલ છવાયો છે.
ધારી શહેરની સોસાયટીમાં રાત્રિના સમયે એક સાથે પાંચ સિંહ આવી ચડ્યા અને અને ગાયનું મારણ કરતા સ્થાનિક લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો.ધારી શહેરમાં રાત્રિના સમયે એક સાથે પાંચ સિંહનું ટોળું આવી ચડ્યું હતું. અને સિંહના ટોળા દ્વારા એક ગાયનું મારણ કરવામાં આવ્યું હતું.
ધારીની મધુરમ સોસાયટીમાં સિંહના આંટાફેરાના અને ગાયના શિકારના દ્રશ્યો સ્થાનિક લોકોએ મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા. તેમજ વનવિભાગ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલીંગ વધારી સિંહને રહેણાંક વિસ્તારથી દૂર રાખવામા આવે તેવી માંગણી ઉઠવા પામી હતી.