IIT મુંબઈમાં આપઘાત કરી લેનાર દર્શન સોલંકીના પરિવારને ન્યાય આપવા માગ

Webdunia
સોમવાર, 20 ફેબ્રુઆરી 2023 (12:32 IST)
મુંબઈ IITમાં આપઘાત કરી લેનારા વિદ્યાર્થી દર્શન સોલંકીને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશાળ કેન્ડલ માર્ચ નીકળી હતી. અમદાવાદના દર્શન સોલંકીએ મુંબઈ IITમાં આપઘાત કરી લેતા તેના ઘેરા પડઘા પડ્યા છે. મૃતક દર્શનને ન્યાય અપાવવા વિશાળ રેલી યોજાઈ, જેમાં ધારાસભ્ય અમૂલ ભટ્ટ, કોંગ્રેસના નેતા અમિત ચાવડા, વડનગરના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિતના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ મૃત્યુની તપાસ કરવા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ નીમવાની માગણી કરી છે.મુંબઈ IITમાં આપઘાત કરનાર વિદ્યાર્થી દર્શન સોલંકીને ન્યાય અપાવવાની માગ સાથે અમદાવાદની સડકો પર વિશાળ કેન્ડલ માર્ચ નીકળી હતી. કોંગ્રેસ દર્શન સોલંકીનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવશે. વિધાનસભાના સત્ર દરમિયાન ન્યાયિક અને આર્થિક સહાયની પણ માગ કરશે તેમ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું. આજની કેન્ડલ માર્ચમાં ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિતના લોકો જોડાયા હતા.મણિનગરથી બાબા સાહેબ આંબેડકર પ્રતિમા સુધી રેલી યોજાઈ હતી. જેમાં તમામ લોકોએ કાળીપટ્ટી બાંધી દર્શનને ન્યાય અપાવવાની માગ કરી હતી. આ તકે અમિત ચાવડાએ જણાવ્યું કે, જરૂર પડે આ કેસમાં મહારાષ્ટ્ર સરકાર SITની રચના કરે અને યોગ્ય તપાસ કરાવડાવે. આ સાથે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ દર્શનના મૃત્યુની તપાસ કરવા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) નીમવાની માગણી કરી છે.

સંબંધિત સમાચાર

Next Article