નિતિન પટેલે પોતાની સરખામણી નાથિયા સાથે કરતાં કહ્યું, 'નાણાં વગરનો નથિયો અને નાણે નાથાલાલ'
રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મોરબીના બેલા ગામે આવ્યા હતા ત્યારે તેઓએ સભાને સંબોધતા ગુજરાતી કહેવત “નાણાં વગરનો નથિયો અને નાણે નાથાલાલ” ને ટાંકીને કહ્યું હતું કે, મારી પાસે હોદો હતો ત્યારે કાર્યક્ર્મનું આમંત્રણ આવ્યું હતું અને પછી સરકાર બદલાઈ ગઈ હતી તો પણ કનકેશ્વરી દેવીનો ફોન આવ્યો હતો કે, તમારે કાર્યક્રમમાં આવવાનું જ છે ત્યારે હોદો નહીં પરંતુ વ્યક્તિ મહત્વની છે અને કોઈ હોદ્દો નથી તો પણ ઉમળકાથી મને આ સંસ્થામાં બોલાવ્યો છે તે માટે હળવા મૂડમાં તેમણે પોતાની સરખામણી 'નાથીયા' સાથે કરી હતી.
મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરિહરધામમાં કનકેશ્વરી દેવીના સાનિધ્યમાં કેશવાનંદ બાપુ વેદ વિદ્યાલય અને સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય તથા ગુરુકુળનો રવિવારે ઉદઘાટન સમારોહ યોજાયો હતો જેમાં. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વર્ગીય, રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિત લોકો હાજર રહ્યા હતા ત્યારે આ સમરોહ માટે જે આમંત્રણ સંસ્થા તરફથી આપવામાં આવ્યું હતું.
તેને લઈને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગુજરાતી કહેવત “ નાણાં વગરનો નથિયો અને નાણે નાથાલાલ” ને ટાંકીને કહ્યું હતું કે, મારી પાસે હોદો હતો ત્યારે કાર્યક્ર્મનું આમંત્રણ આવ્યું હતું અને પછી સરકાર બદલાઈ ગઈ હતી તો પણ કનકેશ્વરી દેવીનો ફોન આવ્યો હતો કે, તમારે કાર્યક્રમમાં આવવાનું જ છે ત્યારે હોદો નહીં પરંતુ વ્યક્તિ મહત્વની છે અને કોઈ હોદ્દો નથી છતાં ઉમળકા ભારે મને આ સંસ્થામાં બોલાવવામાં આવ્યો છે. તે માટે હળવા મૂડમાં તેમણે પોતાની સરખામણી નથીયા સાથે કરી હતી.
ખાસ કરીને ખોખરા હનુમાન ધામના કાનકેશ્વરી દેવીએ કહ્યું હતું કે, હાલમાં અહી વેદ વિદ્યાલય અને સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલયમાં વૈદનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે જો કે, ભવિષ્યમાં કાશીની જેમ અહી પણ ચારેય વૈદનું જ્ઞાન ઋષિ કુમારોને આપવામાં આવશે અને કન્યાઓને પણ અહી શિક્ષણ મળે તેવું સુવિધાઓ ભવિષ્યમાં અહી ઊભી કરવામાં આવશે.