તક્ષશિલા અગ્નિકાંડમાં સુરત મનપા-DGVCLના 2 અધિકારી સામે હજુ પગલાં ન ભરાતા ચૂંટણી બહિષ્કારની ચીમકી

Webdunia
સોમવાર, 25 જાન્યુઆરી 2021 (11:21 IST)
સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં ભોગ બનેલા 22 બાળકોના વાલીઓએ તક્ષશિલા બિલ્ડિંગ પર ભેગા થઈ શ્રદ્ધાંજલી આપી બચી ગયેલા આરોપીઓ વિરુદ્ધ પણ તાત્કાલિક ફોજદારી પગલા લેવા માંગ કરી હતી. આ સાથે ચૂંટણીનો બહિષ્કાર કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.તક્ષશિલા અગ્નિકાંડ મેમોરિયલ ટ્રસ્ટના પ્રમુખ જયસુખ ગજેરાએ જણાવ્યું કે, ઘટનાને 20 માસ થઈ ગયા છે. નાના-નાના અધિકારી કર્મચારીઓ પકડાયા છે. તેમને પણ કોરોનાના કારણે જામીન મળી ગયા અને હવે તેઓ ફરીથી ફરજમાં આવી ગયા છે. ખરેખર વીજ કંપનીમાં કાર્યપાલક ઇજનેર, એસએમસીના તત્કાલિન એડી.સિટી ઇજનેર કેતન પટેલ સહિત વિરૂદ્ધ પણ ફોજદારી રાહે કાર્યવાહી થવી જોઈએ. કેતન પટેલ શહેર વિકાસ અને ફાયર વિભાગના વડા હતા. તેમના વિરુદ્ધ ફોજદારી કે ખાતાકીય કાર્યવાહી હજી થઈ નથી.વરાછામાં 20 લાખની વસ્તી છે છતાં માત્ર બે ફાયર સ્ટેશન છે. સરકારની સંવેદના ભ્રષ્ટ અધિકારીઓ સાથે છે કે પીડિત પરિવાર સાથે છે તેનો ખ્યાલ નથી આવતો. હવે ચૂંટણી આવી રહી છે. ત્યારે ઉમેદવારો મતની ભીખ માંગવા આવશે. ત્યારે તેમને પુછી શું કે, તક્ષશિલા કાંડમાં તમે શું મદદ કરી હતી. શક્ય હોય તો ચૂંટણીનો બહિષ્કાર કરી ઉગ્ર આંદોલન કરાશે.

સંબંધિત સમાચાર

Next Article