વડોદરાના એકતાનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ, પથ્થરમારો થતાં 10 લોકોને ઈજા

Webdunia
ગુરુવાર, 14 માર્ચ 2024 (08:51 IST)
vadoara
વડોદરાના એકતાનગરમાં હનુમાન ચાલીસા બંધ કરાવવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. પોલીસે ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ કંટ્રોલ કરી હતી .પથ્થરમારામાં 10 જેટલા લોકોને ઇજા.પહોંચી છે..,આ ઘટના બાદ એક્તાનગરમાં ભારે તંગદીલી વ્યાપી ગઇ છે. પોલીસે હાલ કોમ્બિંગ હાથ ધર્યુ છે 
 
બાપોદ વિસ્તારમાં ઘટનાને પગલે ACP, DCP કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારે આ અંગે બાપોદ પી.આઈ એમ.આર સંગડાએ જણાવ્યું હતું કે,  એકતાનગરમાં હનુમાન ચાલીસા અને અઝાન વગાડવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી.. હનુમાન ચાલીસા અને અઝાન બંને એક જ સમયે વાગતા બંને જૂથના ટોળાએ સામસામે પથ્થરમારો કર્યો હતો. ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે 

સંબંધિત સમાચાર

Next Article