ગુજરાતમાં નર્મદા જીલ્લામાં કેવાડિયા ગામ પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યૂનિટી (Statue of Unity) માટે પર્યટકોની ભીડ રોજબરોજ વધતી જઈ રહી છે. છેલ્લા ત્રણ મહિનામાં તેને જોવા માટે 8 લાખથી વધુ લોકો આવી ચુક્યા છે. આ પર્યટકોના માધ્યમથી સરદાર પટેલ ટ્રસ્ટને 19 કરોડ રૂપિયાની રકમ મળી છે.
દુનિયાભરના પટેલ પ્રેમી પહોંચી રહ્યા છે અહી
સરદાર પટેલ ટ્રેસ્ટ સાથે જોડાયેલ અધિકારીઓ મુજબ સ્ટેચ્યુ ઓફ યૂનિટી માટે પર્યટકો વચ્ચે જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે પ્રતિમાના ઉદ્દઘાટન પછી અહી આવી રહ્યો છે. આ ઉદ્દઘાટન નરેન્દ્ર મોદીના હસ્તે ગઈ 31 ઓક્ટોબર સરદાર પટેલની 143મી જયંતી પર થયુ હતુ. લોકોની ભીડ એટલી વધી જાય છે કે રજાના દિવસે અહી મેળા જેવુ વાતાવરણ થઈ જાય છે.
ગુજરાતમાં પર્યટકોની પહેલી પસંદ
ત્રણ મહિનામાં 8.12 લાખ પર્યટક પહોંચ્યા. હવે એવુ કહેવાય રહ્યુ છે કે ગુજરાત આવનારા પર્યટકો વચ્ચે સ્ટેચ્યુ ઓફ યૂનિટી જ તેમની પહેલી પસંદ બની ગઈ છે. બીજી બાજુ અંકોમાંં કમાણીનો આકડો બતાવતા સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટે માહિતી આપી કે 19,09,00,411 રૂપિયાની કમાણી થઈ છે. છેલ્લા ત્રણ મહિનામા 80 દિવસ પર્યટકો માટે ખુલ્લુ હતુ.