જુનાગઢ ગીરનાર તળેટીમાં ગિરનારની ગોદમાં આજથી વિધિવત શિવરાત્રી મેળાની શરૂઆત થશે. ભજન,ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમથી યોજાતા આ મેળામાં દેશ-વિદેશમાંથી લાખો ભાવિકો ઉમટી પડશે. આ મેળામાં ભારતના જુદા જુદા સ્થળોથી હજારો સાધુ સંતો આવીને ધુણી ધખાવીને બેસી જાય છે. આ મેળાનુ મુખ્ય આકર્ષણ છે નાગા બાવાઓનુ સરધસ જેમાં તેઓ હેરતભર્યા દાવ રજુ કરે છે. ગયા વર્ષે તો એક સાધુએ પોતાની ઈન્દ્રી વડે પોલીસની જીપને ખેંચી હતી. ભોલેનાથ ના પ્રતિવાદ સમાન મહાશિવરાત્રીનો આ મેળો આજથી વાજતે-ગાજતે શરૂ થશે.
આ મેળામાં સૌ પ્રથમ મંદિરમાં પૂજન અર્ચન કર્યા પછી મંદીરમાં ધ્વજનુ રોહણ કરીને મેળાનો શુભારંભ કરવામાં આવે છે. આ મંદિરમાં પૂજાવિધિ મંદિરના મહંત રમેશગીરીબાપુના હાથે મંત્રોચ્ચાર સાથે થાય છે. એવુ જાણવા મળ્યુ છે કે આ મેળામાં ભારત સાધુ સમાજના પ્રમુખ પૂ. ગોપાલાનંદજી અને અંબાજી મહંત પુ તનસુખગીરીબાપુ, મહામંડલેશ્વર પુ. ભારતીબાપુ, શ્રી શેરનાથબાપુ જેવા સાધુ સંતો ઉપસ્થિત રહેશે.
આ મેળો 6 દિવસ સુધી ચાલે છે. આ મેળામાં ભારત સિવાય વિદેશોમાંથી પણ સાધુ સંતોની પધરામણી થાય છે. આ મેળામાં મહાનગરપાલિકા દ્વારા સ્ટોલ ઉભા કરવામાં આવે છે જેમાં નાના-મોટા વેપારીઓ પોતાના રોજી રોટીની શરૂઆત પહેલા દિવસથી જ કરી દે છે. આ મેળામાં છ દિવસ સુધી ભજન અને ભોજન સાથે મહાશિવરાત્રીનો મેળો રંગ લાવશે. આ મેળા માટે પોલીસનો પૂરતો બંધોબસ્ત પણ કરવામાં આવે છે.
જમતિયા મહેનત નાગાબાવ ઓમકારપુરી એ જણાવ્યું હતું કે ભાવિકોને શિવરાત્રીના મહાપર્વની શુભકામનાઓ. ભવનાથ મહાદેવની કૃપા સૌ લોકો પર રહે, અને બધાનું સ્વાસ્થ્ય સુખી રહે, સત્ય માર્ગને કર્મ પર સૌ લોકો ચાલે, સૌ ભાવિકો ભવનાથ શિવરાત્રીમાં ભવનાથ મહાદેવના દર્શન કરવા આવે, શિવરાત્રીની રાત્રે જે લોકો ભજન કરે છે. તેના પાપોનો નાશ થાય છે અને મનવાંચિત ફળની પ્રાપ્તિ થાય છે. ત્યારે સૌ ભાવિકો પરિવાર સાથે આવી શિવરાત્રીના મેળામાં મહાદેવના દર્શનનો લ્હાવો લે અને જે પ્રશાસન દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધને લઇ સૂચન કરવામાં આવ્યું છે તેનું ચુસ્ત પણે ભાવિકો પાલન કરે તેવું સૂચન છે