મધદરિયે રો રો ફેરી સર્વિસ ખોટકાઈ, ૪૬૧જેટલા મુસાફરોના જીવ તાળવે

Webdunia
બુધવાર, 21 નવેમ્બર 2018 (19:42 IST)
ચોપાસ ઉછળતા લોઢ, બૂમાબૂમ મચે તો પણ બહાર કોઈ સાંભળી ન શકે એટલી દૂર કિનારો અને મધદરિયે એન્જિન બંધ. વારંવારના વિઘ્ન એક જીવલેણ અકસ્માત અને પછી માંડ શરૂ થયેલી ઘોઘા-દહેજ રો-પેક્ષ સર્વિસમાં ટનબંધ વજન ધરાવતું જહાજ બૂધવારે અધવચ્ચે ટેકનિકલ ફોલ્ટને કારણે અટકી પડ્યું હતું. ત્યારે તેમાં બેઠેલા ૪૬૧ મુસાફરોને ચિંતા થઈ પડવી સહજ હતી. જો કે, સદ્દભાગ્યે કશું અઘટિત ન બન્યું પણ મુસાફરોને ટગ બોટ મારફત ઘોઘા પહોંચાડવા પડ્યા હતા. 

ડા સમય પહેલા શરૂ થયેલ દહેજ-ઘોઘા ફેરી સવિર્સમાં વાહનો અને પેસેન્જરોને લઈને જતાં જહાજનું એન્જિન ટેકનિકલ ખામીને કારણે બંધ થઈ જતાં અંદર બેઠેલા ૪૬૧જેટલા મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં ટગ બોટ અધિકારીઆસાથે મધ દરિયે પહાચી ગઈ હતી અને જહાજમાં બેઠેલા મુસાફરોને ઘોઘાના કાંઠે સલામત રીતે લાવવામાં આવ્યા હતા. 
સૂત્રોના જણાવ્યા અનુસાર આ જહાજ સુરત તરફથી ભાવનગર તરફ આવતું હતું અને એન્જિન બંધ થઈ ગયું હતું. એન્જિન બંધ થતાં જહાજ મધ દરિયે અટકી ગયું હતું અને પરિણામે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ જહાજમાં 461 જેટલા મુસાફરો ઉપરાંત 95 જેટલા ટ્રક અને કાર પણ હતા. આશરે એકાદ કલાક સુધી મદદની રાહ જોયા બાદ ટગ બોટ રીષભ આ જહાજ સુધી પહાચી હતી અને મુસાફરોને સલામત રીતે પરત લાવ્યા હતા  
ઘોઘા અને દહેજને રો પેક્ષ જહાજ જોડતી સેવાને બૂધવારે ટેક્નિકલ ક્ષતિનો સામનો કરવો પડ્યો હતો અને મધદરિયે જહાજ ખોટકાયું હતું. ઘોઘા બંદરથી આ જહાજ 3 નોટિકલ માઈલ દૂર ખોટકાયું હતું. અને તેમાં 461 મુસાફર સવાર હોવાનું બહાર આવ્યું છે. તેમાં માલસામાન ભરેલા વાહનો પણ હતા. જહાજને ઘોઘા બંદર લઈ જવા પોર્ટ ઓફિસર ચઢ્ઢા દ્વારા ટગ બોટને મદદ માટે જાણ કરાતા રવાના કરી તમામ પેસેન્જરોને લાવવા માટે કામગીરી હાથ ધરાઇ હતી.
ઘોઘા-દહેજ રો પેક્ષ જહાજ બૂધવારે સવારે 11 વાગે મધદરિયે ખોટકાયું હતું. એન્જિનમાં ઓવર હિટીંગનો એલાર્મ વાગતા એન્જિન બંધ કરી એન્કર નાખી જહાજને સુરક્ષિત ઉભું રાખવામાં આવ્યું હતું. આ જહાજમાં સવાર તમામ પેસેન્જર અને 95 વાહનો સલામત સ્થળે ખસેડાયા છે. તમામનો આબાદ બચાવ થતા તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. જહાજને ટોઇંગ કરી દરિયાકાંઠે લાવવાની કાર્યવાહી પૂરી  કરવામાં આવી છે.
 

સંબંધિત સમાચાર

Next Article