વડોદરાના હાઇપ્રોફાઇલ કેસમાં દરરોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. એક પછી રહસ્યો પરથી ઉઠતો જાય છે. રાજુ ભટ્ટની ક્રાઇમ બ્રાન્ચની ટીમે બુધવારે છ કલાક સુધી પ્રાથમિક પુછપરછ કરીહતી. આરોપી રાજુ ભટ્ટ પકડાયા બાદ તે ક્રાઇમ બ્રાન્ચના લોકઅપમાં આખી રાત રડતો રહ્યો હતો. રાજુ ભટ્ટે સ્વિકાર કર્યો હતો કે તેણે પીડિતા સાથે એકવાર નહી પરંતુ ચાર વાર સંબંધ બાંધ્યો હતો.
વડોદરાના ગોત્રી પોલીસ મથકમાં નોંધાયેલ હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં આરોપી રાજુ ભટ્ટની ધરપકડ બાદ પૂછપરછ દરમિયાન દુષ્કર્મ આચર્યું હોવાની વાત સ્વિકારી હતી. હાર્મની હોટેલ, આજવા રોડના ડવડેક એપાર્ટમેન્ટ અને ડી-903 નિસર્ગ કોમ્પ્લેક્ષમાં યુવતીની સહમતીથી સંબંધ બાંધ્યા હતા. જો આ દરમિયાન પીડિતાની સહમતિ હોવાની પણ વાત કરી હતી. પૂછપરછ દરમિયાન રાજુ ભટ્ટ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો હતો. દુષ્કર્મ કેસના 8 દિવસ બાદ ક્રાઇમ બ્રાન્ચે જુનાગઢ પોલીસની મદદથી જુનાગઢ માંથી રાજુ ભટ્ટને ઝડપી વડોદરા લાવી હતી. પોલીસે બુધવારે તેની છ કલાક સુધી પ્રાથમિક પુછપરછ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચ પોલીસ આજે આરોપી રાજુ ભટ્ટને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરશે. દુષ્કર્મની જગ્યાએ પોલીસ રાજુને રિકન્સ્ટ્રકસન માટે લઈ જઈ શકે છે. તો બીજી તરફ, મુખ્ય આરોપી સીએ અશોક જૈન પોલીસ પકડથી હજી પણ દૂર છે. પોલીસે કોર્ટમાં તેનું સીઆરપીસી 70 મુજબના વોરંટની માંગણી કરી હતી. દુષ્કર્મ કેસના આરોપી અશોક જૈને હાલ આગોતરા જામીન અરજી મુકી છે અને તેની સુનાવણી આજે થવાની હતી.
પોલીસે મંગળવારે જૂનાગઢથી રાજુ ભટ્ટની ધરપકડ કરી હતી. તેણે પીડિતાના બળજબરીથી દુષ્કર્મ કરવાના આરોપને ફગાવી દીધો છે. તેણે કહ્યું કે, મેં પીડિતા સાથે દુષ્કર્મ કર્યુ નથી. જે કહ્યુ થયુ તે પરસ્પર સહમતીથી થયુ છે. આમ, પોલીસ 6 કલાક સુધી રાજુ ભટ્ટની પૂછપરછ કરી હતી. જેમાં તે એક જ રટણ કરતો રહ્યો કે, તેણે દુષ્કર્મ નથી કર્યું.