દરિયામાં ડૂબવાથી 3 માછીમારનાં મોત, લાપત્તા માછીમારોની હેલિકોપ્ટરથી શોધખોળ ચાલુ

Webdunia
સોમવાર, 12 ઑગસ્ટ 2019 (11:48 IST)
પોરબંદરમાં વરસાદને લીધે દરિયો તોફાની બનતા 60 જેટલા માછીમારો અને 12 બોટ રવિવાર સુઘી લાપતા હોવાના સમાચારો હતાં. જેમાંથી ત્રણ માછીમારોના શબ દરિયામાંથી મળી આનતાં સમગ્ર માછીમારોના સમાજમાં શોક વ્યાપ્યો હતો.જ્યારે હજુ પણ 2 જેટલી હોડી અને 9 જેટલા માછીમારો હજુ પણ લાપતા હોય તેમનો સંપર્ક સાધવાની કોશીશ કરવામા આવી રહી છે. લાપતા બનેલી હોળીઓને શોધવા માટે કોસ્ટગાર્ડ દ્રારા રેસ્ક્યૂ હાથ ધરાયુ છે. કોસ્ટગાર્ડે ગઇકાલે જ પોતાની પેટ્રોલીંગ શીપ માછીમારોની મદદ માટે મોકલી હતી. જ્યારે કે હવામાન ખરાબ હોવાથી ગઇકાલે હેલીકોપટર મોકલી શકાયુ ન હતું જ્યારે આજે હવામાન સારૂ થઇ જતા લાપતા બનેલા માછીમારો અને હોળીઓની શોધખોળ માટે કોસ્ટગાર્ડ દ્વારાહેલીકોપટર પણ મોકલવામા આવ્યુ છે

સંબંધિત સમાચાર

Next Article