જનમદિવસ પર માતાએ મોદીને પોતાના હાથે લાપસી ખવડાવી અને શુકનના રૂ.501 આપ્યા

Webdunia
મંગળવાર, 17 સપ્ટેમ્બર 2019 (17:57 IST)
વડાપ્રધાન મોદી તેમના 69માં જન્મદિવસે ગુજરાત પધાર્યાં છે. તેમણે કેવડિયા ખાતે સરદાર સરોવર ડેમ ખાતે નર્મદા મૈયાની મહાઆરતી પણ કરી હતી. ત્યાર બાદ તેમણે જનસભાને પણ સંબોધી હતી. તેઓ ગુજરાતમાં આવીને તેમની માતા હીરાબાને પણ મળ્યાં હતા. ગાંધીનગરના રાયસણ ખાતે તેમણે  હીરાબાના હાથની લાપસી ખાઈને કાંસાની થાળીમાં બપોરનું ભોજન પણ માતા સાથે લીધું છે. ત્યાર બાદ તેઓ રાજભવન પહોંચી ભાજપના પ્રદેશના નેતાઓ અને રાજ્યમંત્રી મંડળના સભ્યો સાથે બેઠક યોજશે. આ બેઠકમાં રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે. આ બેઠક બાદ વડાપ્રધાન મોદી વારાણસી જવા રવાના થશે. આ પહેલા 2019ની લોકસભા ચૂંટણી સમયે મતદાન કરવા ગુજરાત આવ્યા ત્યારે પણ વડાપ્રધાન મોદી માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. આ સમયે હિરાબાએ વડાપ્રધાનને આપેલી ખાસ ભેટ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેમજ માતાએ મોદીને પોતાના હાથે લાપસી ખવડાવી હતી અને શુકનના રૂ.501 આપ્યા હતા.

સંબંધિત સમાચાર

Next Article