ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસએ ફિઝિકલ કોર્ટ શરૂ કરવા માટે ધરણાં પ્રદશન કર્યું હતું
રાજયમાં ડિસ્ટ્રિક્ટ અને મેટ્રો કોર્ટ બાદ હવે ગુજરાત હાઇકોર્ટમાં પણ ફિઝિકલ હિયરિંગ 17 ઓગસ્ટથી શરૂ થશે. જેમાં તમામ લોકોએ કોર્ટ પરિસરમાં SOPનું પાલન કરવું પડશે. હાઇકોર્ટના આનિર્ણયથી ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ્સમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
હાલમાં વર્ચ્યુઅલ હિયરિંગ ચાલે છે
ગુજરાત હાઇકોર્ટમાં જ્યારથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધી કોર્ટમાં વર્ચ્યુઅલ હિયરિંગ ચાલી રહ્યું છે, જેમાં પહેલા હાઇકોર્ટના ચીફ જસ્ટિસની કોર્ટનું વર્ચ્યુઅલ હિયરિંગનું યુટ્યુબ પર જીવત પ્રસારણ થઈ રહ્યું હતું. જેમાં મહત્વના કેસ ને ચલાવવામાં આવતા હતા. સાથે આ દરમિયાન હાઇકોર્ટ કરેલી સુઓમોટોની અરજીનું પણ લાઈવ હિયરિંગ તમામ લોકો કોરોના કાળ દરમિયાન જીવત પ્રસારણ યુ-ટ્યુબ પર નિહાળ્યાયું હતું. જોકે આ કોર્ટમાં લાંબો સમય ફિઝિકલ હિયરિંગ બંધ રહેવાથી મોટાભાગના વકીલોની હાલત કફોડી બની હતી. જોકે સામે કોરોનાની બીજી લહેર પણ ભયાવહ સાબિત થતાં હાઇકોર્ટે પણ ફિઝિકલ હિયરિંગ શરૂ થાય તે માટે ઉતાવળ કરી ન હતી.
એડવોકેટ એસોસિએશને ચીફ જસ્ટિંસને રજૂઆત કરી હતી
બીજી લહેર બાદ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને ચીફ જસ્ટિસને પત્ર લખીને રજૂઆત કરી હતી કે, હવે ફિઝિકલ હિયરિંગ શરૂ થાય કારણ કે તમામ વકીલો પાસે વર્ચ્યુઅલ હિયરિંગમાં જોડાય શકે તેવી વ્યવસ્થા હોતી નથી. ત્યારબાદ ગુજરાત એડવોકેટ એસોસિએશને હાઇકોર્ટના ગેટની બહાર ધરણાં પણ કર્યા હતા. જેમાં તેઓ કોર્ટની ફિઝિકલ કાર્યવાહી શરૂ કરવા માટે માંગણી કરી હતી. જોકે આખરે હાઈકોર્ટે 17 ઓગસ્ટથી ફિઝિકલ હિયરિંગ શરૂ કરવા માટેનો નિર્ણય લીધો છે.