રાધનપુરમાં લગ્નની પહેલી રાત્રે દુલ્હને નશીલી દવા પીવડાવીને અને પછી જે થયું...

Webdunia
રવિવાર, 22 મે 2022 (11:55 IST)
ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી લૂંટેરી દુલ્હનની ટોળકી સક્રીય બની હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના રાધનપુરમાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેનાથી સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી છે. રાધનપુરના મસાલી રોડ ઉપર વિઠ્ઠલનગર-૨ માં રહેતા લગ્નવાંચ્છું દ્વારા મહારાષ્ટ્રના માલેગાવથી એક લાખ એંસી હજાર આપીને મરાઠી યુવતી સાથે લગ્ન કરીને લાવ્યા બાદ એ જ રાત્રે નશીલી દવા પીવડાવીને ઘરમાંથી રૂ.૨૫ હજાર અને મોબાઈલ લઈને મરાઠી યુવતી પલાયન થઇ જતાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવના પગલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
 
આ અંગેની પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર રાધનપુરના મસાલી રોડ ઉપર આવેલ વિઠ્ઠલનગર-૨ માં રહેતા દિલીપકુમાર કેશવલાલ સુથાર લગ્ન માટે કન્યાની શોધમાં હતા, ત્યારે સાંતલપુર તાલુકાના જારુસા ગામના વિષ્ણુદાસ નારણદાસ સાધુને આ વાત કરતાં મહારાષ્ટ્રના માલેગાવમાં કોરડાનો નસરૂદ્દીન રમજાનભાઈ સીપાઈ રહેતો હોઈ તેમને વાત કરતાં માલેગાવ બોલાવ્યા હતાં.
 
તેના દ્વારા એક દલાલનો કોન્ટેક્ટ થતાં દલાલે અલગ-અલગ છોકરીઓ બતાવીને છેવટે ઔરંગાબાદની ૨૫ વર્ષીય એક છોકરી નિશીગંધા ઉમાકાન્ત સદાફુલે સાથે લગ્ન કરવાના એક લાખ એંસી હજાર રૂપિયા લીધા હતાં અને સ્ટેમ્પ કરાવી લગ્ન કરાવ્યા હતાં.ત્યાંથી નિશીગંધાને લઈને રાધનપુરઆવ્યા હતાં.એ જ રાત્રે એટલે કે તા.૨૦/૫/૨૦૨૨ ના રોજ રાત્રે તેમના નિવાસસ્થાને વિઠ્ઠલનગર-૨ માં આવીને સાંજના સમયે ભોજન કરેલું.
 
લૂંટેરી દુલ્હન નિશીગંધાએ રાત્રિના સમયે લગ્ન કરીને આવેલા દિલીપભાઈને ચાની અંદર કોઈ નશીલી દવા પીવડાવી દીધેલી, જેથી દિલીપભાઈ સૂઈ જતા રાત્રિના સમયનો મોકો ગોતી ઘરમાંથી રૂપિયા ૨૫હજાર રોકડા અને મોબાઇલ લઇ ફરાર થઇ ગઈ હતી.દિલીપભાઈને સવારમાં થોડું ભાન આવતા ૧૦૮ મારફતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતાં.તબિયત સુધારા ઉપર થતાં ઘેર આવી પોલીસને જાણ કરી હતી.

સંબંધિત સમાચાર

Next Article