5 કરોડની ખંડણી માટે ગેલેક્સી ગૃપના રજનીકાંત પટેલનું અપહરણ કરાયું, પોલીસનું સફળ ઓપરેશન

Webdunia
ગુરુવાર, 5 એપ્રિલ 2018 (12:11 IST)
ગુજરાતમાં ગુનાખોરીનો વ્યાપ વધી રહ્યો છે અને સરકાર પોકળ દાવાઓ કરી રહી છે કે ગુજરાત સુરક્ષિત છે. ગુનેગારોને હવે જાણે કાયદો તોડવાની મજા આવી રહી હોય એમ પોલીસની પણ બીક રહી નથી. ત્યારે અવારનવાર અપહરણો જેવા બનાવો બનતાં રહે છે. અમદાવાદના અગ્રણી ગેલેક્સી ગૃપના બિલ્ડર રજનીકાંત પટેલનું અપહરણ કરીને પાંચ કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હોવાની ઘટનાથી ચારેબાજુ ચકચાર મચી જવા પામી છે. રજનીકાંતભાઈ તેમની ગાડીમાં બપોરે જમવા ઘરે જઇ રહ્યા હતા. ત્યારે નરોડા હંસપુરા શ્યામ કુટીર -56ની સામેથી બે બાઇક પર આવેલા માણસો રજનીકાંતની ગાડીમાં જ તેમનું અપહરણ કરી રાજસ્થાનના સિરોહી લઇ ગયા હતા. ત્યાર બાદ તેમના ભાઇ દિનેશભાઇને ફોન કરી રજનીકાંતનું અપહરણ કરી તેમને છોડવા માટે 5 કરોડની ખંડણી માંગી હતી.

જો કે રાજસ્થાન પોલીસ, બનાસકાંઠા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6 કલાકમાં 4 અપહરણકારોને અમીરગઢથી ઝડપી લઇ રજનીકાંતભાઈને છોડાવ્યા હતા. જ્યારે અન્ય ફરાર આરોપીની શોધ ચાલુ છે.જો કે પાંચેય અપહરણકારો પ્રોફેશનલ ગેંગ સાથે સંકળાયેલા ન હતા. જેથી તેમણે રજનીકાંતભાઇ સાથે મારઝૂડ કે કોઇ જબરજસ્તી કરી નહોતી. રજનીકાંતભાઇનો ડ્રાઇવર રજા પર હોવાથી તેઓ જાતે ગાડી લઈને નીકળ્યા હતા. અનિકેત પાલ કોલેજમાં અભ્યાસ કરે છે, પરંતુ તેને રાતોરાત પૈસાદાર બનવું હોવાથી અન્ય વિદ્યાર્થી તેમજ સિક્યુરિટી ગાર્ડ તેવા આનંદકુમાર તોમરને સાથે રાખી કાવતરું ઘડ્યું હતું.

સંબંધિત સમાચાર

Next Article