ગુજરાતના સૌથી મોટા દરિયાકાંઠે દરિયાઈ જીવસૃષ્ટિ જોવા મળે છે. જામનગર અને ચોરવાડનો દરિયાકાંઠો આ માટે ખૂબજ મહત્વનો ગણાય છે. ત્યારે પીપાવાવ પોર્ટનો દરિયાકાંઠો વહેલ માછલીનો અડ્ડો ગણાય છે. આ કાંઠે અવારનવાર વહેલ માછલીઓ જોવા મળતી હોય છે. સોમવારે આ કાંઠે એક વહેલ માછલીનો મૃતદેહ તણાઈને કિનારે આવી જતાં તેને જોવા માટે લોકોનાં ટોળા ઉમટી પડ્યાં હતાં. લોકોએ વનવિભાગની ટીમને આ અંગે જાણ પણ કરી હતી
. રાજુલાના આરએફઓ રાઠોડ, સ્ટાફના દીલાભાઇ રાજ્યગુરુ વિગેરે ત્યાં દોડી ગયા હતાં. ઇજાના કારણે આ માછલી કાંઠા તરફ આવી હોવાનું મનાયુ હતું. આશરે 20 ફુટ લાંબી માછલીનું દરીયાકાંઠે જ પોસ્ટ મોર્ટમ કરાયુ હતું અને બાદમાં તેના મૃતદેહનો નિકાલ કરાયો હતો.