રાજકોટમાં માસુમ સાથે દૈત્ય કૃત્યઃ મકાન માલિકે બે વર્ષના દીકરાને દારૂ પિવડાવ્યો હોવાનો પિતાએ આક્ષેપ કર્યો

Webdunia
શુક્રવાર, 5 ઑગસ્ટ 2022 (14:48 IST)
રાજકોટમાં મીરા ઉદ્યોગનગરમાં મકાન માલિકે ભાડુઆત યાસીન સૈયદના બે વર્ષના પુત્રને દારૂ પિવડાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બે વર્ષના બાળકને દારૂ પિવડાવતા તે બેભાન થઈ જતા તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસે બાળકનો મેડિકલ રિપોર્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

હજુ પણ બાળક સિવિલ હોસ્પિટલમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં છે.બાળકના પિતા યાસીને મકાન માલિકનું નામ વનરાજભાઈ હોવાનું જણાવ્યું છે. યાસીને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમે મીરા ઉદ્યોગનગરમાં રહીએ છીએ. અમારા મકાન માલિકે કહ્યું કે, મારે જમવું છે. આથી મેં કહ્યું વાંધો નહીં, જમવાનું બનાવી દઈએ. બાદમાં હું અમે મારી પત્ની તેમનું જમવાનું તૈયાર કરતા હતા. આ દરમિયાન મારો બે વર્ષનો પુત્ર રમતો રમતો તેના રૂમમાં જતો રહ્યો હતો. આથી હું મારા પુત્રને શોધવા નીકળ્યો હતો. બાદમાં મકાન માલિકના રૂમમાં પહોંચ્યો તો મકાન માલિક મારા પુત્રને દારૂ પીવડાવતો હતો.યાસીને વધુમાં જણાવ્યું હતું કે, આ જોઇને મેં મકાન માલિકને કહ્યું કે, આવું થોડુ કરાય આવડા બે વર્ષના બાળક સાથે. પછી 10-15 મિનિટ બાદ મારો પુત્ર બેભાન થઈ ગયો હતો. આથી અમે મારા પુત્રને લઈને હોસ્પિટલે લાવ્યા હતા. વિદેશી દારૂ હતો જે મારા પુત્રને પિવડાવ્યો હતો. મકાન માલિક તો એમ જ કહે છે કે, મેં પિવડાવ્યો નથી. પણ મારું કહેવું છે કે, મારો પુત્ર બેભાન એમ થોડો થઈ જાય. મકાન માલિક આખો દિવસ વિદેશી દારૂ જ પીવે છે.મારી માગણી છે કે, મારા બાળક સાથે કર્યું છે તો તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. મકાન માલિકે જમવામાં ઇંડાકરી માગી હતી. મકાન માલિક ખોડિયારપરામાં રહે છે પણ રોજ અમારા વિસ્તારમાં દારૂ પીવા આવે છે. અમારા ઘરમાં નહીં પણ તેણે અલગ રાખેલો રૂમ છે ત્યાં દારૂ પીવા આવે છે. તેને અમારા વિસ્તારમાં એક જ લાઈનમાં આઠ રૂમ છે

સંબંધિત સમાચાર

Next Article