રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને સવારે ચા-નાસ્તો કરી રહ્યા હતા ત્યારે એકાએક બ્લડ પ્રેશર વધી જતા તેઓને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. MRI કર્યા બાદ આગળની સારવાર હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
કેબિનેટમાં રાજ્ય કક્ષાના મંત્રીઓમાં સ્થાન
ભીખુસિંહ પરમાર વર્ષ 1995માં પ્રથમવાર મોડાસા સીટ પરથી ચૂંટણી લડ્યાં હતાં. 2002માં તેઓ અપક્ષ તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યાં હતાં. 2007માં બસપામાંથી મોડાસા સીટ પર હાર થઇ હતી. 2017માં ભાજપમાંથી મોડાસા સીટ પરથી ચૂંટણી લડ્યાં પણ 1640 વોટથી હાર થઇ હતી. 2022માં ભાજપે ફરી ટિકિટ ફાળવી અને ભીખુસિંહ પરમાર મોડાસા સીટ વિજેતા બન્યા છે. પ્રથમવાર ધારાસભ્ય બન્યા અને ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં રાજ્ય કક્ષાના મંત્રીઓમાં સ્થાન મળ્યું. ભીખુસિંહ સરપંચ બન્યા બાદ પરિવારનું ગુજરાન ચલાવવા માટે ગુજરાત એસટી વિભાગમાં હેલ્પર તરીકેની નોકરી શરૂ કરી હતી.