ગુજરાતમા માવઠાની આગાહી, આ તારીખે સ્વેટર સાથે રેઈનકોટ-છત્રીની પણ પડશે જરૂર

Webdunia
બુધવાર, 17 નવેમ્બર 2021 (15:00 IST)
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, અરેબિયન સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં બે દિવસ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ ફરીએકવાર વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં હવામાન  વિભાગ દ્વારા આગામી બે દિવસ વરસાદની આગાહી કરી છે. કહ્યું કે, 17, 18 અને 19 નવેમ્બરે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. 
 
દરિયાઈ વિસ્તાર સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. એટલે કે, મધ્ય ગુજરાત અને કચ્છ સિવાય ગુજરાતભરમાં વરસાદ દસ્તક આપી શકે છે. આ સિવાય પંચમહાલનાં કેટલાંક વિસ્તારો, ઉત્તર- મધ્ય ગુજરાતમાં, ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર સહિતનાં વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવે અને કેટલાંક ભાગમાં માવઠું આવે તેવી શક્યતાઓ છે. તો કેટલાંક વિસ્તારમાં ગાજવીજ સાથે અષાઢ મહિના જેવો માહોલ સર્જાય તેવી શક્યાઓ છે. લોકોને સ્વેટરની જગ્યાએ હવે રેઈનકોર્ટ કાઢવાની જરૂર પડી છે. ગુજરાતમાં તારીખ 17-18 અને 19 તારીખે કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 17 નવેમ્બરે સોરાષ્ટ્રમાં, 18 અને 19મીએ દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરતા જગતનો તાત ચિંતામાં પેઠો છે.

સંબંધિત સમાચાર

Next Article