ગુજરાતમાં મોટાપાયે વીજકાપ, 6 જિલ્લામાં બપોરે વીજળી રહેશે બંધ

Webdunia
બુધવાર, 6 ઑક્ટોબર 2021 (17:41 IST)
ગુજરાતમાં વીજળીને લઈને મોટી સમસ્યા ઉભી થઈ છે. એક રિપોર્ટ મુજબ ઉત્તર ગુજરાતના ગામડાઓમા વીજળી કપાતની જાહેરાત કરવામાં આવી છે. આ વીજકાપ બપોરના સમયે કરવામાં આવશે.  આવુ 20 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર બની રહ્યુ છે.  અત્યાર સુધી વીજકાપ જનતાએ જોયો નથી. આટલા વર્ષો પછી અચાનક આ નિર્ણય થતા લોકોને ચિંતા થવા માંડી છે. 
 
જ્યારથી રાજ્યમાં નરેન્દ્ર મોદીનું શાસન આવ્યું હતું ત્યારથી ગુજરાતની જનતાને સદંતર વીજળી મળતી રહી છે. ગુજરાતીઓએ છેલ્લા 20 વર્ષમાં વીજ કાપ સહન કરવો પડ્યો નથી. પરંતુ હાલ સંજોગો એવા બન્યા છે કે રાજ્યની જનતાને વીજ કાપ સહન કરવો પડશે. દેશમાં કોલસાની અછતના કારણે અમદાવાદ સહિત રાજ્યના 6 જીલ્લાઓમાં વીજ કાપ કરવામાં આવશે. આ છ જિલ્લાઓમાં પાટનગર ગાંધીનગર, અમદાવાદ, મેહસાણા, સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓમાં બપોરના સમયે વીજકાપ રહેશે. ઉત્તર ગુજરાતની વીજ કંપની UGVCLએ સરપંચોને આ અંગે જાણ કરી દીધી છે. કોલસાની અછત પુરી ન થાય ત્યાં સુધી બપોરના સમયે વીજકાપ રહશે.
 
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડેનું સુત્ર છે ‘સર્વોત્તમ સર્વિસ દ્વારા ગ્રાહકોને સંતોષ આપવો..’ પરંતુ તેની સર્વિસ કેવી છે એ સૌ જાણે છે. અમદાવાદ શહેરનો ઘણો વિસ્તાર ઉત્તર ગુજરાત વીજ કંપનીના તાબામાં આવે છે. ત્યાં લાઈટ ગમે ત્યારે જતી રહેવાના બનાવો નોંધાતા રહે છે. સરકાર વિજય રૃપાણીની હોય કે ભુપેન્દ્ર પટેલની હોય વીજ કંપનીની કામ કરવાની ક્ષમતામાં જરાય વધારો થતો નથી કે પ્રજાના પ્રશ્નો ઉકેલવાની વૃત્તિ જોવા મળતી નથી.

સંબંધિત સમાચાર

Next Article