લોકડાઉનમાં લટાર મારવા નિકળી પડેલા ગુજ્જુઓ કેવા બનાવે છે બહાના

Webdunia
શુક્રવાર, 24 એપ્રિલ 2020 (10:59 IST)
કોરોનાની અસર અસર સમગ્ર દુનિયામાં ઝડપભેર થઈ રહી છે છે લાખો લોકો કોરોનાના સંક્રમણમાં સપડાયા છે. ગુજરાતમાં પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. તો બીજી તરફ મૃત્યુઆંક ઝડપભેર આગળ વધી રહ્યો છે, ત્યારે સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરતમાં પણ લોકડાઉન છે, જોકે મોટા ભાગના લોકો લોકડાઉનનો અમલ કરી રહ્યા છે પરંતુ કેટલાક લોકો એવા છે જેને ઘરમાં બેસવું ગમતું નથી. જેથી અલગ-અલગ બહાના કાઢી રસ્તા ઉપર આવી રહ્યા છે.
 
આ દરમિયાન જ્યારે પોલીસ તેમને પકડે છે ત્યારે બહાનાબાજી કરે છે, બહાના પણ એવા હોય છે કે એક તબક્કે પોલીસ પણ વિચારમાં પડી જાય છે. પોલીસ અધિકારીઓ પાસેથી જાણવાનો કર્યો હતો. એક-એકથી ચડિયાતા બહાના બતાવી રહ્યા છે.
 
કોરોના વાઇરસને કારણે વિશ્વના મોટાભાગના દેશોને પોતાના બાનમાં લીધે છે. આવા સમયે આ મહામારી સામે લોકડાઉન જાહેર કરાયું છે, વહીવટી તંત્ર લોકડાઉનનું પાલન કરાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યું છે. પરંતુ લોકો લોકડાઉનમાં પણ ઘરની બહાર નીકળવા માટે અલગ-અલગ બહાના બતાવી રહ્યા છે. લોકડાઉન દરમિયાન અનેક અમદાવાદીઓ કોઈ અને કોઈ બહાના કાઢી કોઈ બહાના કાઢી બહાના કાઢી ઘરની બહાર નીકળી રહ્યા છે. 
 
વહીવટીતંત્રએ જ્યારે બહાનાની યાદી બતાવી તો ચોંકાવનારા બહાના સામે આવ્યા હતાં. કેટલાક તો કોમન બહાના હતાં, તો કેટલાક પોલીસને મૂંઝવણમાં મુકનારા હતાં, તો કેટલાક પર હસું આવે તેવા હતાં. 
 
બહાનાની યાદી
 
બેંકમાં પૈસા ઉપાડવા જાવ છું. રોકડ પુરી થઇ ગઇ છે. 
 
આ દવા અહીં નથી મળતી એટલે ડોક્ટર પાસેથી લેવાની છે.
 
સાસુ સસરા કે અન્ય ઉંમરલાયક એકલા રહેતા હોય તેમના ઘરે કરિયાણું આપવા જઈએ છીએ
.
 
નજીકના વિસ્તારમાં સામાન મળતો ન હોય દૂર જવા વાહન લઈને નીકળવું પડે છે
.
 
નાનું બાળક એકલું છે તે વધારે પડતું રડે છે એટલે તેની માતા બાળક પાસે મોકલીએ છીએ
.
 
RTOનો મેમો છે જેથી ડિટેઇન કરેલી ગાડી કરવા છોડાવવા જાઉં છું.
 
 
પેટ્રોલ પુરાવા જાવ છું.
 
 
જમવાનું ટિફિન આપવા માટે જવું છે
 
 
કરિયાણાની તમામ વસ્તુ ડી માર્ટ, બીગ બજાર, સ્ટાર બજારમાં મળી રહે એટલે ત્યાં લેવા જઈએ છીએ
.
 
તે પાસની કલર ઝેરોક્ષ કાઢી એમાં બીજા માણસો ના ફોટા લગાડીને ફરતા હોવાની શંકા છે
.
 
છોકરા માટે બિસ્કીટ લેવા જાવ છું, છાસ લેવા જાવ છું.
 
 
સાળીને ડિલિવરી થવાની છે જેથી હોસ્પિટલ જાઉં છું
.

સંબંધિત સમાચાર

Next Article