સુરેન્દ્રનગરમાં દારૂની નવી મોડસઓપરેન્ડી સામે આવી છે. પાણીની જેમ દારૂની પાઇપ લાઇન મળી આવી છે. પોલીસે રેડ પાડીને દારૂની પાઈપલાઈન પકડી પાડી છે. ફિલ્મ હેરાફેરીમાં પરેશ રાવલે ભજવેલો બાબુલાલનો રોલ દારૂની પાઈપલાઈનનું સપનું જોતો હોય છે તે ગુજરાતના બુટલેગરોએ સાર્થક કરી બતાવ્યુ છે અને તંત્ર ખાલી સામાન્ય જનતાઓને દંડ અને સજા કરવામાં જ રમમાણ છે. ગુજરાતમાં દારૂબંધી નામની જ છે. ગુજરાતના વિકાસની સાથે સાથે દારૂના નેટવર્ક અને મોડેસ ઓપરેન્ડીમાં પણ વિકાસ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં પાણીની પાઈપલાઈન હોય તેવી દારૂની પાઈપલાઈ સામે આવી છે. બુટલેગરો પણ પોલીસથી એક કદમ આગળ ચાલી રહ્યા છે. સામાન્ય ટ્રાફિકમાં હજારોનો દંડ કરતુ તંત્ર આ દારૂની આખી મોડેસઓપરેન્ડ સામે કેમ આંખમીંચામણા કરે છે તેવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. ચોટીલાના ડોસલીધઉના ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી મળી આવી છે. પોલીસે રેડ કરી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. પોલીસે દારૂ સહિત 80 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ રેડમાં આરોપીઓ ફરાર થઈ ગયા છે. સામાન્ય માણસને ટેક્ષ ચોરી કે, ટ્રાફિક રૂલ્સના નિયમ બદલ પણ મેમો ફટકારતુ તંત્ર આવા આરોપીઓ અને પકડવામાં કેમ નિષ્ફળ નીવડી રહી છે. દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ છે. ધમધમી રહેલી ભઠ્ઠીઓ પર રોક ક્યારે લાગશે? શું પોલીસ લઠ્ઠાકાંડની રાહ જોઈ રહી છે? શું પોલીસ બુટલેગરોને સપોર્ટ કરે છે?