વિવાદ વધ્યા બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડએ હવે ધોરણ 10 અને 12મા ધોરણની સાયન્સની પૂરક પરીક્ષાની શરૂઆત કરી દીધી છે. પરીક્ષા પહેલાં દિવસે કોઇ કોપી કેસ નોધાયો નથી. દસમા ધોરણની પૂરક પરીક્ષા બે વિષયોમાં લેવામાં આવી રહી છે. તેના માટે જિલ્લા શિક્ષણ આધિકારી તરફથી અલગ-અલગ ઝોન અને સેન્ટર બનાવવામાં આવ્યા છે. પરીક્ષા 28 ઓગસ્ટ સુધી ચાલશે. આ ઉપરાંત તાજેતરમાં 12 કોમર્સની પૂરક પરીક્ષાને રદ કરવામાં આવી હતી. તેના માટે ફરી એકવાર અરજીઓ મંગાવવામાં આવી રહી છે. અરજી કર્યા બાદ પરીક્ષાનો તારીખ નક્કી કરવામાં આવશે. બોર્ડ ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા માટે પ્રયત્ન કરી રહ્યું હતું, પરંતુ નિયમોમાં ફેરફારના લીધે પરીક્ષા લેવામાં આવી ન હતી.
રાજ્યમાં આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની પુરક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા બે તબક્કામાં યોજાશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ પ્રથમ તબક્કામાં સામાજિક વિજ્ઞાનની પૂરક પરીક્ષા આપશે. આ પરીક્ષાનો સમય સવાર 10 વાગ્યાથી બપોરના 1.15 વાગ્યા સુધીનો રહેશે. જ્યારે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ પ્રથમ તબક્કામાં રસાયનશાસ્ત્રની પૂરક પરીક્ષા આપશે. આ પરીક્ષાનો સમય સવારે 10.30થી બપોર 2 વાગ્યા સુધીનો રહેશે.
બીજા તબક્કામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓની અંગ્રેજી દ્વિતીય ભાષાની પરીક્ષા લેવાશે. આ પરીક્ષાનો સમય બપોરના 3 વાગ્યાથી સાંજના 6.15 વાગ્યા સુધીનો રહેશે. જ્યારે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની બીજા તબક્કામાં એંગ્રેસી (પ્રથમ/ દ્વિતીય ભાષા)ની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાનો સમય બપોર 3 વાગ્યાથી સાંજના 6.30 વાગ્યા સુધીનો રહેશે. જો કે, ધોરણ 10ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાઓ 28 ઓગસ્ટના પૂર્ણ થશે. ત્યારે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાઓ 27 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે.
બોર્ડે પહેલા ધોરણ 12ના કોમર્સમાં એક જ વિષયમાં પૂરક પરીક્ષા લેવાનો નિર્ણય લીધો હતો. પરંતુ પછી વાલીઓના કહેવા પર આ નિયમમાં આ વર્ષ માટે ફેરફાર કરી દીધો. હવે નક્કી કરવામાં આવ્યું છે કે ધોરણ 12 કોમર્સમાં જે વિદ્યાર્થી બે વિષયોમાં નાપાસ છે, તેમને પણ પરીક્ષામાં સામેલ કરવામાં આવશે. આ કારણે મોડા પૂરક પરીક્ષા શરૂ કરવામાં આવી છે.