લોકાયુકતે આદેશ કર્યો, હવે ગુજરાતભરમાં પેથોલોજી લેબોરેટરીઓની તપાસ કરાશે

Webdunia
મંગળવાર, 8 સપ્ટેમ્બર 2020 (14:45 IST)
ગુજરાતમાં ગેરકાયદેસર પેથોલોજી લેબોરેટરીઓનો રાફડો ફાટયો છે. આ આખોય મુદ્દે સુપ્રિમ કોર્ટે આદેશ કર્યો હોવા છતાંય આજદીન સુધી અમલ થઇ શક્યો નથી. રાજ્ય સરકાર અને પોલીસે આ મામલે અવગણના કરી હોવાથી રાજ્ય લોકાયુક્તે આદેશ કરતાં આરોગ્ય વિભાગે રાજ્યમાં પેથોલોજી લેબોરેટરીની તપાસ કરવા આદેશો કર્યો છે. રાજય લોકાયુક્તે રાજ્ય આરોગ્ય વિભાગ પાસે 11મી સપ્ટેમ્બર સુધીમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. ગુજરાતમાં આજેય કેટલીય પેથોલોજી લેબોરેટરી ધમધમી રહી છે જ્યાં એમડી પેથોલોજીસ્ટ નહી,પણ ધો.10-12 પાસ ભણેલા પેથોલોજીસ્ટ બની બેઠા છે. આ મામલે વર્ષ 2017માં ગુજરાત એસોસિએશન ઓફ પેથોલોજીસ્ટ એન્ડ માઇક્રોબાયોલોજીસ્ટે રાજ્યમાં 512 ગેરકાયદેસર લેબોરેટરીના નામ,સરનામા સાથેની વિગતો રાજ્યના પોલીસ વડાને  આપી હતી પણ આજદીન સુધી કોઇ કાયદેસરની કાર્યવાહી થઇ શકી નથી. નિયમ મુજબ એમ.ડી પેથોલોજીસ્ટ જ લેબોરેટરી ચલાવી શકે . આ નિયમનુ ઉલ્લંઘન કરી ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર લેબોરેટરી ચાલી રહી છે. આ બધીય બાબતોથી રાજ્ય સરકારમાં અનેકવાર રજૂઆત કરી હોવા છતાંય કોઇ પગલાં લેવાયા નથી. હવે આ મુદ્દે રાજ્ય લોકાયુક્તમાં ઘા નાંખવામાં આવી છે.રાજ્ય લોકાયુક્તે ગુજરાતમાં પેથોલોજી લેબોરેટરીની તપાસ કરીને વિસ્તૃત તપાસ સાથેનો અહેવાલ માંગ્યો છે. એટલું જ નહીં.11મી સપ્ટેમ્બર સુધી અહેવાલ રજૂ કરવા રાજય આરોગ્ય વિભાગને આદેશ કર્યો છે જેના પગલે આરોગ્ય કમિશ્નરે જિલ્લા આરોગ્ય અિધકારીને સૂચના આપીને જિલ્લામાં કાર્યરત પેથોલોજીની તપાસ કરીને વિગતો માંગી છે.  જિલ્લા આરોગ્ય અિધકારીએ પેથોલોજીના માલિક કોણ છે, હાલમાં પેથોલોજી લેબમાં કયા પેથોલોજીસ્ટ છે તેમના નામ,સરનામા,લેબમાં ટેસ્ટ કરનારાંનુ નામ,કઇ પધૃધતિથી ટેસ્ટ કરવામાં આવે છે તેની વિગતો, કયા તબીબી સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધીય વિગતો સાથે લેબોરેટરીનુ ચેકિંગ કરવા આદેશ કરાયો છે.  આ આદેશને પગલે ગેરકાયદેસર ચાલતી લેબોરેટરીના સંચાલકોમાં ફફડયા છે.

સંબંધિત સમાચાર

Next Article