દેશભરમાં કોરોનાના કહેરે હાહાકાર મચાવ્યો છે. આ વાયરસથી બચવા માટે ટીકા અભિયાન ચાલી રહ્યુ છે. જ્યા આ ટીકાકરણ પહેલા 45 વર્ષથી વધુ લોકોને લાગી રહ્યુ હતુ. બીજી બાજુ 1 મે 2021 દિવસ શનિવારથી 18 વર્ષથી ઉપરના બધા લોકો પણ ટીકાકરણ થશે. આ સાથે જ સરકારે ખાનગી કંપનીઓને રસી વેચવાની મંજુરી આપી છે. 28 એપ્રિલથી કોવિન એપ પર ટીકાકરણની નોંધણી શરૂ થઈ ચુકી છે. આ સમયે ફક્ત બે ટીકા કોવિશિલ્ડ અને કોવાસીન લગાવાય રહી છે.
આજે આપણે જાણીશુ તમે જે રસી લગાવી છે કે લગાવવા જઈ રહ્યા છો તેના વિશે...
સૌ પ્રથમ જાણીશ કોવિશીલ્ડ વિશે//
ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની આ વેક્સીનને સીરમ ઈસ્ટીટ્યુટ ઓફ ઈંડિયા દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. તેને એડિનોવાયરસને ખતમ કરવા માટે વિકસિત કરઈ છે. આ પહેલા ચિંમ્પાંજીમં સામાન્ય શરદી-તાવ કરનારા નિષ્ક્રિય એડિનોવાયરસની ઉપર SARS-CoV-2ની સ્પાઈન પ્રોટીનનુ જેનેટિક મટેરિયલ લગાવીને તેને બનાવી છે.
આ રીતે કરે છે કામ
દર્દીને તેની એક ડોઝ આપવાથી શરીરની પ્રતિરક્ષા પ્રણાલી એંટીબોડીનુ ઉપ્તાદન શરૂ કરી દે છે. સાથે જ બોડી કોવિડ-19ની ચપેટમાં આવવા તૈયાર હોય છે.
આટલી પ્રભાવકારી
આ વૈક્સીન 70 ટકા સુધી કારગર છે. આ 90 ટકાથી વધુ પણ હોઈ શકે છે. પરંતુ 1 મહિના પછી દરદીને આખો ડોઝ આપ્યા પછી. (મતલબ બંને ડોઝ લીધા પછી)
સ્ટોરેજ - આ વેક્સીનની સ્ટોરેજની વાત કરીએ તો તેને 2-8 ડિગ્રી સેલ્સિયસના તાપમાન પર રાખી શકાય છે.
કિમ&ત - સીરમ ઈસ્ટીટ્યુટ આ વેક્સીન રાજ્ય પ્રત્યેક ડોઝ 400 રૂપિયામાં અને પ્રાઈવેટ હોસ્પિટલ 600 રૂપિયામાં ખરીદી શકે છે. બીજી બાજુ કેંદ્ર સરકાર તેની એક ડોઝ 150 રૂપિયામં લઈ શકે છે.
હવે અમે તમને બતાવીએ છે કોવૈક્સીન વિશે...
બીજી બજુ કોવેક્સીનની વાત કરીએ તો આ એક નિષ્ક્રિય વેક્સીન છે. તેનો અર્થ એ છે કે તેને મૃત કોરોના વાયરસથી બનાવ્યો છે. આ વેક્સીનને ભારતીય કંપની ભારત બાયોટેક અને આઈસીએમઆર દ્વારા બનાવ્યો છે. તેમા રહેલ ઈમ્યુન સેલ્સ કોરોના વાયરસ વિરુદ્ધ એંટીબોડી તૈયાર કરવા માટે ઈમ્યૂન સિસ્ટમને પ્રોમ્પટ એટલે કે પ્રેરિત કરવામાં મદદ કરે છે.
આ રીતે કરે છે કામ
ન્યૂયોર્ક ટાઈમ્સની એક રિપોર્ટ મુજબ, ડિલીવરીના સમયે વૈક્સીન SARS-CoV-2 કોરોના વાયરસ વિરુદ્ધ એંટીબોડી તૈયાર કરવા માટે ઈમ્યુનિટી બનાવવામાં મદદ કરે છે. આ એંટીબોડી વાયરલ પ્રોટીન સંબંધિત હોય છે. ઉદાહરણના રૂપમાં સ્પાઈક પ્રોટીન જે તેની પરતની સ્ટડ કરવાનુ કામ કરે છે.
આટલી પ્રભાવશાળી
કોવેક્સીનની બીજા અંતરિમ એનાલિસિસમાં 78 ટકા અને ગંભીર કોરોના સંક્રમણ વિરુદ્ધ 100 ટકા પોતાની અસર બતાવી છે.
સ્ટોરેજ - તેને 2-8 ડિગ્રી સેલ્સિયસ સહેલાઈથી સ્ટોર કરી શકાય છે.
કિમંત - હવે વાત કોવૈક્સીનની કિમંતની કરીએ તો આ રાજ્યો દ્વારા 600 રૂપિયા અને પ્રાઈવેટ હોસ્પિટલોને પ્રતિ ડોઝ 1200 રૂપિયામાં મળશે. બીજી બાજુ કેન્દ્ર સરકાર આ વેક્સીન પ્રતિ ડોઝ 150 રૂપિયામાં ખરીદી શકે છે.