કોરોના વાઇરસના પગલે રવિવારે જનતા કર્ફ્યૂના પીએમ મોદીના એલાન અને લોકોને કરિયાણું સંગ્રહ ન કરવાની અપીલ છતાં રાત્રે શહેરના કેટલાક મૉલમાં ખરીદી માટે લોકોની ભીડ ઊમટી પડી હતી. કોરોના વાઇરસના ભયના કારણે થોડા કેટલાક દિવસથી મૉલમાં લોકોની સંખ્યા ઘટી હતી, પરંતુ એક બાદ તમામ દુકાનો અને શોપિંગ મોલ બંધ થતા હોવાથી ચીજ વસ્તુઓ નહીં મળે તેવી અફવા ફેલાતા ગુરુવારે મોટી સંખ્યામાં લોકો મોલમાં પહોંચ્યા હતા અને કરિયાણા અને જીવનજરૂરી ચીજ વસ્તુઓની ખરીદી માટે લાઈનો લગાવી હતી. શ્યામલ સહિતના વિસ્તારોમાં આવેલા મોલમાં લોકોએ લોકડાઉનના ડરથી 2-3 મહિનાનું કરિયાણું ખરીદી લીધું હતું. તો બીજી તરફ ગૃહિણીઓએ આરોપ લગાવ્યો હતો કે, શાકમાર્કેટમાં વેપારીઓ શાકભાજીના વધારે પૈસા વસૂલી રહ્યા છે.