અમદાવાદ: 2 ઓગસ્ટના રોજ યોજાનાર આઈપી ફેસ્ટની ત્રીજી એડિશનમાં સામાન્ય લોકો, આઈપી ક્ષેત્ર સાથે સંકળાયેલ સમુદાય, વિદ્યાર્થીઓ, ઉદ્યોગસાહસિકો અને નિષ્ણાંતો વધુ ઉત્સાહથી ચર્ચામાં સામેલ થશે. આઈપી ફેસ્ટ (ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ફેસ્ટીવલ) નું આયોજન ફેડરેશન ઓફ ઈન્ડીયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ફીક્કી) અને આઈપી પ્રમોશન આઉટરીચ ફાઉન્ડેશન (આઈપીપીઓ)ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. થલતેજ ખાતે યોજાનાર આ સમારંભમાં ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સમારંભની પ્રથમ બેઠકમાં મુખ્ય મહેમાનપદે બિરાજશે.
ફીક્કીએ જણાવ્યું હતું કે આ વર્ષના આઈપી ફેસ્ટમાં ફાર્માસ્યુટિકલ્સ, હેલ્થકેર, હૉસ્પિટાલિટી, મનોરંજન અને મિડીયા, સ્ટાર્ટ-અપ્સ અને માહિતી ટેકનોલોજી, સરકાર દ્વારા હાથ ધરવામાં આવતા પ્રયાસો તથા અન્ય વિષયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને પેનલ ચર્ચાઓ યોજાશે.
"આઈપી ફેસ્ટ એ માટે ભિન્ન પ્રકારનાં ફ્રેમવર્કનો ઉપયોગ કરીને આજના યુવાનને આકર્ષાય, આગેવાની લે અને પોતાના થકી ઉત્તમ ઉપાયો હાથ ધરે અને તે પ્રકારે પ્રયાસ કરાશે. વિચારકો માટે એક બીજા સાથે પરામર્શ કરીને જાગૃતિ, વિકાસ અને ઈનોવેશન્સની સુરક્ષા માટે પોતાના મંતવ્યો વ્યક્ત કરવા માટે આ સમારંભ મહત્વનું પ્લેટફોર્મ બની રહેશે." એક દિવસના આ આઈપી ફેસ્ટમાં આઈપી નીતિઓ, મનોરંજન અને મિડીયામાં આઈપી, આઈપી સ્ટાર્ટ-અપ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી તથા અન્ય વિષયો ઉપર ઉદ્યોગ, સરકાર અને શિક્ષણ ક્ષેત્રના પ્રતિષ્ઠીત વક્તાઓ સામેલ થશે.
આઈપી ફેસ્ટના વક્તાઓમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના ડિરેકટર- ડો. એ.કે. ગર્ગ, સ્ટરલાઈટ પાવર ટ્રાન્સમિશનના ગ્રુપ ચીફ લિગલ ઓફિસર- અભયાન જવાહરલાલ, સોની પિક્ચર્સ એન્ટર્ટેઈનમેન્ટ ઈન્ડીયાના લિગલ ડિરેકટર- અયાન રોય ચૌધરી, દેવ આઈટીના સ્થાપક- જૈમિન શાહ, ઝાયડસ રિસર્ચ સેન્ટરના જીએમ- કૌશિક બેનર્જી, જીએનએલયુ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ લૉ અને સેન્ટર ફોર આઈપી રાઈટસના ડિરેકટર- ડો. નિધી બૂચ વગેરેનો સમાવેશ થશે. આઈપી ફેસ્ટમાં સંજય ચક્રવર્તી આઈપી ક્વિઝનું આયોજન કરશે. એ પછી સ્પાઈસી આઈપીના સ્થાપક અને ચિફ મેન્ટર તથા નિરમા યુનિવર્સિટીના ઈન્સ્ટીટ્યુટ ઓફ લૉ ખાતે આઈપી લૉના ઓનરરી રિસર્ચ પ્રોફેસર ઓફ લૉ- પ્રો. (ડો.) શમનાદ બશીર સાથે ચર્ચા બેઠક યોજાશે.
આઈપી હૉલ ઓફ ફેમ સન્માન
આઈપી પ્રમોશન આઉટરીચ ફાઉન્ડેશન (આઈપીપીઓ) આઈપી ડોમેઈનનાં વિવિધ ક્ષેત્રોમાં જ્ઞાન ધરાવતા લોકોની સિધ્ધિઓનું બહુમાન કરીને તેમનું આઈપી હૉલ ઓફ ફેમ વડે સન્માન કરશે. આ બહુમાન ચિફ ગેસ્ટ, હિઝ એકસેલન્સી હાઈ કમિશ્નર રિપબ્લિક ઓફ માલાવી, મકોન્ડીવા અને ગેસ્ટ ઓફ ઓનર નેધરલેન્ડઝ બિઝનેસ સપોર્ટ ઓફિસના ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કમિશ્નર, અલમાન બોરા, ટ્રેડ કમિશ્નર, કેનેડિયન કોન્સ્યુલેટ જનરલ, જોચેઈમ રોચા, યુરોપિયન બિઝનેસ ટેકનોલોજી સેન્ટરના પૉલ વી જેન્સન તથા અમદાવાદના અન્ય મહાનુભવોની હાજરીમાં કરવામાં આવશે.