ભારતની સૌથી મોટી રીન્યુબલ એનર્જી કંપની ગુજરાતમાં ૩૦,૦૦૦ ધાબળાઓનું વિતરણ કરશે

Webdunia
ગુરુવાર, 29 ડિસેમ્બર 2022 (18:23 IST)
રીન્યુ પાવર કે જે, ભારતની સૌથી મોટી રીન્યુબલ એનર્જી કંપની છે તેના દ્વારા ગિફ્ટ વોર્મથ ઝુંબેશની આઠમી આવૃત્તિની શરૂઆત કરવામાં આવી છે. આ પહેલ થકી કંપની દ્વારા દિલ્હી, એનસીઆર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાના, ઉત્તરાખંડ અને કર્ણાટક સહિત ૧૦ રાજ્યોમાં ૩,૦૦,૦૦૦ ધાબળાઓનું વિતરણ કરવામાં આવશે. ડિસેમ્બર, ૨૦૨૨ માં આ મહત્વકાંક્ષી ઝુંબેશની શરૂઆત કરાવ્યા પછી તે જાન્યુઆરી, ૨૦૨૩ માં પણ ચાલુ રાખવામાં આવશે. આ પૈકી આશરે ૩૦,૦૦૦ ધાબળાઓનું વિતરણ ગુજરાત રાજ્યના આઠ જીલ્લાઓમાં કરવામાં આવશે. જેમાં, અમદાવાદ, ભુજ, જામનગર, ભાવનગર, પાટણ, રાજકોટ, સુરેન્દ્રનગર અને દ્વારકાનો સમાવેશ થાય છે.
આ વર્ષની ઝુંબેશનું લક્ષ્ય, કંપની દ્વારા ગત આવૃત્તિ, જેમાં આશરે ૨,૨૦,૦૦૦ ધાબળાઓનું વિતરણ કર્યું હતું. તેમાં નોંધપાત્ર વધારો કરવાનું છે. આ ગિફ્ટવોર્મથની પહેલ વર્ષ ૨૦૧૫ માં ભારતમાં કડકડતી ઠંડીમાં સંઘર્ષ કરતા ઘરવિહોણા લોકોને મદદરૂપ થવાના આશયથી શરૂ કરવામાં આવી હતી. વિતરણ પ્રક્રિયા રીન્યુ પાવરની વિન્ડ અને સોલાર સાઇટસ્ ની આસપાસના વિસ્તારોના ગામોમાં હાથ ધરાશે, જ્યાં કંપનીના કર્મચારીઓ દ્વારા જીલ્લા અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નક્કી કરેલા જીલ્લાઓમાં જરૂરિયાતમંદ લોકોની ઓળખ કરવામાં આવશે. 
 
ઝુંબેશ જીલ્લા સ્તરે પ્રારંભ કરાવ્યા બાદ, કાળજીપૂર્વક પસંદ કરવામાં આવેલા સ્થળો ખાતે તાલુકા અને ગ્રામ્ય સ્તરે ધાબળાઓનું વિતરણ કરવામાં આવશે. આ ઝુંબેશ હેઠળ ધાબળા જેમની પાસેથી ખરીદી કરવામાં આવેલ છે તેવા નાના વર્ગના વેપારીઓને ૫ણ પ્રત્યક્ષરૂપે મદદરૂપ થાય છે, જેનાથી સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે. આ ઝુંબેશ હેઠળ કંપનીના કર્મચારીઓ દ્વારા રાત્રી ઝુંબેશ દરમિયાન આશ્રયસ્થાનોમાં ધાબળાઓનું વિતરણ કરવામાં આવશે.
 
વૈશાલી નિગમ સિંહા, જે રીન્યુ પાવરના ચીફ સસ્ટેનીબિલિટી ઓફિસર છે, એમણે આ પહેલ વિશે જણાવ્યું હતું કે, “સમાજના જરૂરીયાતમંદ લોકોને કશુંક પાછું આપવું તે રીન્યુ કંપનીનું લક્ષ રહ્યું છે અને ગિફ્ટ વોર્મથની આઠમી સફળ આવૃતિમાં પ્રવેશ કરતા અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. શિયાળો આપણા દેશના અમુક પ્રદેશોમાં ખૂબ જ તીવ્ર હોય છે, જે આપણા સમાજના નબળા વર્ગમાંથી આવનાર ઘણા બધા લોકોને દર વર્ષે ક૫રી અસર કરે છે. આપણે એ ધ્યાનમાં લેવાની જરૂર છે કે, હાલમાં ટૂંકા ૫રંતુ તીવ્ર શિયાળા જોવા મળે છે તે હવામાનમાં બદલાવની સીઘી અસર છે.
 
અમને ગર્વ થાય છે કે, અમારા કર્મચારીઓ આ પહેલમાં જોશભેર જોડાયેલા છે અને શક્ય તેટલા વધુ જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે સ્થાનિક વહીવટી તંત્ર સાથે મળીને કામ કરી રહ્યા છે. આગામી આવૃત્તિઓમાં અમે અમારી વહેંચણીની સંખ્યા વધારવાની સાથે અન્ય સંસ્થાઓને પણ આવી ઝુંબેશ ઉપાડવા માટે પ્રોત્સાહન આપવાની અને અમારા સાથી નાગરિકોને મદદનો હાથ આપવાની યોજના છે.”
 
ગિફ્ટવોર્મ્થ થકી રિન્યુપાવરનું લક્ષ્ય ૨૦૨૪ સુધી ૧ (એક) મિલિયન લોકો સુધી પહોંચવાનું છે અને www.renewfoundation.in ખાતે દાન થકી ઝુંબેશમાં ભાગ લેવા માગતી અન્ય કોર્પોરેટ્સ અને સંસ્થાઓમાંથી યોગદાન આમંત્રિત કરવાનું છે.
 
રિન્યુ પાવર વિશે
રીન્યુ એ ભારતની અને વૈશ્વિક સ્તરે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સ્વતંત્ર રીતે વીજ ઉત્પાદન કરતી અગ્રણી કંપની છે. રિન્યુ પાવર રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વિવિધ પ્રકારના પ્રોજેક્ટ પ્લાન કરીને તેમની સ્થા૫ના કરે છે તથા પ્રોજેક્ટસની પોતે સાર-સંભાળ અને સંચાલન પણ કરે છે. જેમાં, યુટીલીટી-સ્કેલ પવનઉર્જા પ્રોજેક્ટસ, યુટીલીટી-સ્કેલ સૌર (સોલાર) ઉર્જા પ્રોજેક્ટસ, હાઈડ્રોપાવર પ્રોજેક્ટસ્ અને ડિસ્ટ્રિબ્યુટેડ સૌરઉર્જાના પ્રોજેક્ટસ સ્થાપવામાં આવી રહ્યા છે. ૧૮ મી ઓગસ્ટ, ૨૦૨૨ સુધીમાં, રીન્યુની ભારતભરમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કુલ ક્ષમતા ૧૩.૨ ગીગાવોટની છે. જેમાં, કાર્યાન્વિત થયેલ પ્રોજેક્ટસ અને સ્થાપવામાં આવી રહેલ પ્રોજેક્ટસનો સમાવેશ થાય છે.

સંબંધિત સમાચાર

Next Article