Vadodara News - વડોદરામાં માતાએ બે દીકરીઓને ઝેરી દવા પીવડાવી બાદમાં પોતે પણ ગટગટાવી, બંને દીકરીઓના મોત

Webdunia
મંગળવાર, 11 જુલાઈ 2023 (12:51 IST)
વડોદરાના કારેલી બાગની અક્ષતા સોસાયટીમાં ડિવોર્સી મહિલાએ બે દીકરીને ઝેરી દવા પાઇ પોતે પણ પી ગઈ હતી. આ ઘટનામાં બે દીકરીના મોત થયા છે જ્યારે માતા હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે.અક્ષતા સોસાયટીમાં રહેતી દક્ષાબેન ચૌહાણ નામની મહિલાએ પોતાની ધો.9માં ભણતી એક દીકરી અને કોલેજમાં ભણતી બીજી દીકરીને ઝેરી દવા પાઇ હતી. બાદમાં દક્ષાબેને પણ ઝેરી દવા પી લીધી હતી. જો કે, બન્ને દીકરીનું મોત નિપજ્યું છે જ્યારે દક્ષાબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તેની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

દક્ષાબેને આર્થિક સંકડામણને કારણે આ પગલું ભર્યું હોવાની શંકા સેવાઇ રહી છે.આ ઘટનાને લઈને સોસાયટીમાં રહેતા લોકો એકત્ર થઈ ગયા હતા. તેમજ પોલીસ દોડી આવી હતી. પોલીસે પરિવારના અન્ય સભ્યોનો નિવેદન નોંધવાનું શરૂ કર્યું છે. બન્ને દીકરીઓના મૃતદેહને પીએમમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

Next Article