જેતપુરમાં બિમાર વહુને સાસુ દવાના રૂપિયા નહોતા આપતી, પતિએ ઘરમાંથી કાઢી મુકી

Webdunia
શુક્રવાર, 30 ડિસેમ્બર 2022 (15:43 IST)
રાજકોટ જિલ્લાના જેતપુરમાં માવતરે રિસામણે રહતી પરિણીતાને 'તું અહીંયા ખોટી આવી અમારી સુખની જિંદગી ખરાબ કરી નાખી’ કહી સસરિયાઓએ ઘરમાંથી કાઢી મુક્તા પતિ અફઝલહુસેન, સસરા અબ્દુલવ્હાદ ઓસમાણ કાદરી, સાસુ મેહરૂમબેન અને નણંદ રૂક્ષાનાબેન વિરૂદ્ધ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

બનાવ અંગે ફરિયાદી પરિણીતાએ જણાવ્યું હતું કે તેઓ હાલ તેના માવતરે રહે છે. તેમના છ વર્ષ પહેલાં રાજકોટ રહેતાં અબ્દુલભાઈ વાહીદના પુત્ર અફઝલ સાથે થયા હતાં. લગ્ન બાદ તેઓ પતિ, સાસુ સસરા અને નણંદ સાથે સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં. લગ્ન બાદ છ મહિના સારી રીતે રાખ્યા બાદ સાસુ અને નણંદ 'તને ઘરકામ આવડતું નથી તારી મા એ કશું શિખવાડેલ નથી' જેવા મેણાટોણા મારી ઝઘડા કરતાં હતાં. જે અંગે પતિ અને સસરાને કહેતાં તેઓ તેનો સાથ આપતા હતાં.તેમજ પતિ પણ ગાળો આપી ઝઘડો કરતો તેમજ જીવન જરૂરી વસ્તુ લેવા માટે કે દવાના રૂપિયા પણ આપતાં ન હતા, તેમજ તેમના સાસુ અને નણંદ અવારનવાર 'તું કરિયાવરમાં કઈ લાવેલ નથી, તારા માવતરેથી વધું કરિયાવર લઈ આવ 'કહેતાં કંટાળીને તેઓ માવતર રિસામણે આવી ગયેલ હતાં. પાંચ વર્ષ બાદ મારે ઘર સંસાર ચાલવવો હોય જેથી વડીલો દ્વારા સમાધાન કરી સાસરિયે રહેવા ગયેલ હતી.થોડો સમય બધું વ્યવસ્થિત ચાલ્યા બાદ, ફરીથી ઝઘડા શરૂ થયા હતાં.તેઓ તેના પતિની શરત મુજબ રહેતી હોવા છતાં તેના પતિ માનસિક ત્રાસ આપતાં તેમજ તેના નણંદ 'તું અહીંયા ખોટી આવી અમારી સુખની જિંદગી ખરાબ કરી નાખી તારા માવતરના ઘરે પાછી જતી રહે' તેમજ તેના સાસુ તને મોબાઈલ રાખવા નહીં દઈએ તારી કોઈ જવાબદારી લેવા અમે તૈયાર નથી તેમજ તેના પતિએ કહેલ કે તારા માવતરનું કોઈ અમારા ઘરે આવવું જોઈએ નહીં કહી ફડાકા ઝીંકી દેતો અને સાત મહિના પહેલા તેનો પતિ બસસ્ટેન્ડમાં મૂકી ઘરમાંથી કાઢી મૂકી હતી.

સંબંધિત સમાચાર

Next Article