પારકી પરણીતાને મળવા જવાનું વેપારીને મોંઘુ પડ્યું, જીવ ગુમાવીને કિમત ચુકવવવી પડી

Webdunia
ગુરુવાર, 7 જાન્યુઆરી 2021 (11:50 IST)
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ હત્યાઓ થતા જીલ્લામાં પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠવા પામ્યા છે. સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર વિસ્તારમાં રહેતા અનાજ કરીયાણાના વેપારીની હત્યા ચાર આરોપીઓએ પરણીતા સાથે આડા સંબંધના વહેમમાં કરી ફરાર થતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
 
સુરેન્દ્રનગર શહેરમાં જોરાવરનગર વિસ્તારમાં રહેતા ભરતભાઇ ચૌહાણ પોતે પોતાના ગર નજીક અનાજ કરીયાણાની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે અને ભરતભાઇને પત્ની અને એક ચાર વર્ષનો પુત્ર છે. વેપારી ભરતભાઇ ચૌહાણ બપોરના ટાઇમે ઘરેથી બાહાર જવાનું કહી અને રાત સુધી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. ત્યારે ખેરાળી જવાના માર્ગ પર અવાવરૂ જગ્યાએ વેપારીની હત્યા કરેલી લાશ પડી હોવાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી.
 
લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને પોલીસે મરણ જનાર વેપારીની ફરીયાદ નોંધતા ફરીયાદમાં વેપારી પત્નીએ પોતાના પતી ભરતભાઇ ચૌહાણની હત્યા આરોપી (1) મોહીત ભરવાડ, (2) મહેશ ઉર્ફે મૈયો પટેલ  (3) રાજુ કોળી (4) ઇકબાલ રીક્ષાવાળાએ કરી હોવાની આપતા પોલીસે આરોપીઓ સુધી પહોચવા જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.
 
જયારે ફરીયાદમાં જણાવ્યા મુજબ વેપારી ભરતભાઇ ચૌહાણને ખેરાળી ગામે રહેતા આરોપી મહેશ પટેલની પત્ની સાથે આડા સંબંધના વહેમમાં આરોપી મહેશ પટેલ, મોહીત ભરવાડ, રાજુ કોળી અને ઇકબાલ રીક્ષાવાળાએ જયારે મરણ જનાર ભરતભાઇ ચૌહાણ મયા પટેલના ઘરે જયારે તેની પત્નીના પાસે હતા ત્યારે ખેરાળી રોડ પર આવેલ કેરોસીનના ગોડાઉન નજીક લઇ જઇ અને ઢીકાપાટુનો માર અને બાવળના લાકડાના ફટકા મારી અને ભરતભાઇનુ ઢીમઢાળી અને રીક્ષામાં નાખી અને અવાવરૂ જગ્યાએ લાશ નાખી અને ફરાર થયા હતા.
 
આ સમગ્ર ઘટના મારમારવાની અને લાશ નાખવાની ભરતભાઇના પડોશીએ જોતા તેઓએ ઘરે જાણ કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે પોહોચી તપાસ આરંભી હતી. પોલીસે એક આરોપીને દબોચી લીધો છે ને ત્રણ આરોપીઓને ઝડપવા કર્યા ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ પારકી પરણીતા ને મળવા જવાનું એક વેપારીને પોતાની જાન ગુમાવીને કિમત ચુકવવવી પડી છે.
 
મૃતક ભરતભાઇ ચૌહાણને ખેરાળી ગામે મયા પટેલની પત્ની સાથે આડા સંબંધના વહેમમાં જાન ગુમાવી પરંતુ ભરતભાઇની પત્ની અને એક ચાર વર્ષીય બાળકે પોતાના પિતાની અને પત્નીએ પોતાના પતિની છત્રછાયા ગુમાવી છે.

સંબંધિત સમાચાર

Next Article