આસામમાં એક પૂલ તૂટવાના સમાચાર છે, જેમા 30 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થા છે. આસામમાં કરીમગંજ જિલ્લામાં આ હેંગિંગ બ્રિજ તૂટવાથી મોટો અકસ્માત થઈ શકતો હતો. આ તમામ વિદ્યાર્થીઓ સોમવારે શાળામાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે હેન્ગિંગ બ્રિજ તૂટી પડ્યો હતો. આ અકસ્માત કરીમગંજની રતાબારી વિધાનસભામાં આવતા ચેરાગિક વિસ્તારમાં થયો હતો.
જાણકારી મુજબ હેંગિગ બ્રિજ અસમના સિંગલા નદી પર બન્યો છે. છેલ્લા ઘણા વર્ષોમાં વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરીક સ્કૂલ અને અન્ય જગ્યાઓ જવા માટે તેનો વપરાશ કરે છે. સોમવારે ચેરાગી વિદ્યાપીઠ હાઈ સ્કૂલના વિદ્યાર્થી પરત ફરી રહ્યા હતા. જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે પૂલ તૂટી ગયો. અચાનકથી પુલ તૂટવાના કારણે ઘણા વિદ્યાર્થી નદીમાં પડી ગયા હતા. હેન્ગિંગ બ્રિઝ તૂટતા જોઇ આસપાસના લોકો ફટાફટ તેની તરફ દોડ્યા અને બાળકોને બચાવ્યા.
આ ઘટનામાં ઓછામાં ઓછા 30 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયા. તેમને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગ્રામવાસીઓએ જણાવ્યું કે આ હેન્ગિંગ બ્રિઝ ત્રણ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો.