એક ખાનગી ચેેેનલના એક અહેવાલ પ્રમાણે ગુજરાતના અરવલ્લી જિલ્લામાં સ્થિત શામળાજી મંદિરમાં મંદિરના ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ અને મુલાકાતીઓને ટૂંકાં વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે.
આ સિવાય મંદિરમાં મુકાયેલ નોટિસમાં દર્શનાર્થીઓ માટે માસ્ક પહેરવાનું પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
નોંધનીય છે કે તાજેતરમાં જ ગુજરાતમાં અને દેશમાં વસ્ત્રોને લઈને ચર્ચા ચાલી રહી છે. અમુક દિવસો પહેલાં જ કૉંગ્રેસના એક ધારાસભ્યને ગુજરાત વિધાનસભામાંથી ટી-શર્ટ પહેરવાને લઈને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ સિવાય ઉત્તરાખંડના મુખ્ય મંત્રી તીરથસિંહ રાવતે પણ તાજેતરમાં જ મહિલાઓનાં કપડાં બાબતે ટિપ્પણી કરી હતી. જેની પણ ઘણી ચર્ચા થઈ હતી.
આવી પરિસ્થિતિમાં મંદિરના ટ્રસ્ટ દ્વારા સ્ત્રીઓ અને પુરુષો બંને માટે ટૂંકાં વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે.