કોંગ્રેસના પીઢ નેતા તેમજ કોળી આગેવાન કુંવરજી બાવળિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. બાવળિયાએ આજે સવારે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસ્થાને મુલાકાત લઈને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. રાજીનામું આપ્યા બાદ તેઓ ગાંધીનગર ખાતે સીએમ નિવસ્થાને વિજય રૂપાણીને મળવા માટે પહોંચ્યા હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર 5 જુલાઇએ જસદણમાં કાર્યકરોની ઉપસ્થિતિમાં કેસરિયા ધારણ કરે તેવી શક્યતા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સૌરાષ્ટ્રના કોળી સમાજ પર પ્રભુત્વ ધરાવતા કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાઈ શકે છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ કુંવરજી ટૂંક સમયમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરી શકે છે.
પક્ષ સામે નારાજગીની વાત જાહેરમાં સ્વીકારનાર કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયા ધારાસભ્ય પદેશી રાજીનામું આપી દીધું છે.લાંબા સમયથી નારાજ એવા બાવળીયાએ છેવટે કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધો છે.