નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાવનાર કોંગ્રેસી કાર્યકાર આખરે ઝડપાયો

Webdunia
બુધવાર, 28 ઑક્ટોબર 2020 (11:12 IST)
ગુજરાતમાં પેટાચૂંટણીના પડઘમ શરૂ થતાં પ્રચારનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે રવિવારે કરજણ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા અક્ષય પટેલના પ્રચાર માટે નાયબ મુખ્યમંત્રી પ્રચાર માટે ગયા હતા તે દરમિયાન મિડીયા સંબોધન દરમિયાન તેમના પર ચંપલ ફેંકવામાં આવ્યું હતું. આ ચંપલ ફેકનારની ધરપકડ કરવામાં છે. ચપ્પલ ફેંકનારનું નામ રશ્મિન પટેલ છે અને તે શિનોરનો રહેવાસી છે અને કૉંગ્રેસનો કાર્યકર્તા છે તેવું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.  
 
વડોદરાના કરજણમાં નીતિન પટેલ પ્રચાર અર્થે ગયા હતા ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પુરોલી ગામમાં ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરતા હતા. ત્યારે તેમના પર કોઈએ ચપ્પલ ફેંક્યું હતું. જોકે, તેમને ચપ્પલ વાગ્યું ન હતું. જોકે ત્યારબાદબાદ નાયબ મુખ્યમંત્રીની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો હતો.
 
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અમિત પંડ્યા નામના યુવક સાથે રશ્મિનની વાત થઈ હતી. જેમાં રશ્મિન ફોન પર જૂત્તું ફેંકવાનું કામ આપણા માણસોએ જ કર્યુ હોવાની વાત કરતો હતો. રશ્મિન કોંગ્રેસનો સક્રિય કાર્યકર છે. પોલીસને આરોપીની ઓડિયો ક્લીપ પણ મળી છે અને બાતમીના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. અમિત પંડ્યા વડોદરાનો રહેવાસી છે. 
 
ડેપ્યૂટી સીએમ વડોદરાના કરજણ વિધાનસભા વિસ્તારના કરોલી ગામમાં યોજાયેલ એક ચૂંટણી સભાને સંબોધિત કર્યા બાદ મીડિયા સાથેની વાતચીત દરમિયાન એક વ્યક્તિએ ચંપલ ફેંક્યું હતું, ચંપલ ટીવી ચેનલના માઈક પર પડ્યું હતું. ભાજપાના મીડિયા પ્રભારી પ્રશાંતવાલા, ડો. અનિલ પટેલે આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરતા કોંગ્રેસ પર શંકા વ્યક્ત કરી છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. ચંપલ ફેંકનાર વ્યક્તિની પોલીસ શોધખોળ કરી રહી છે.
 
જ્યારે કોંગ્રેસે ભાજપા દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપતા જણાવ્યું હતું કે, ડેપ્યૂટી સીએમની સાથે બનેલી ઘટના નીંદનીય છે, પરંતુ જ્યારે ગુજરાતમાં જ પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહ પર ચંપલ ફેંકવામાં આવ્યું અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પથ્થર ફેંકવામાં આવ્યું ત્યારે ભાજપ હસી રહી હતી.

સંબંધિત સમાચાર

Next Article