ગુજરાત રાજ્યમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1144 કેસ નોંધાયા છે. તો કુલ 24 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 11, અમદાવાદમાં 5, વડોદરામાં 3, પાટણ, રાજકોટમાં 2 તો મહેસાણામાં 1 દર્દીનું મોત થયું છે. આમ રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 2396 થઇ ચૂક્યો છે. તો હાલમાં 89 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં 783 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 13535 થઈ ગઇ છે, જ્યારે ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસનો આંક 59126 પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 43195 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 291, અમદાવાદમાં 141 કેસ, વડોદરામાં 95 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 7 લાખ 13 હજાર 006 ટેસ્ટ કરવામા આવ્યા છે.