ખેડૂતોના આંદોલનના 23 દિવસ - ગુજરાતમાં ખેડૂતોનો વિરોધ રોકવા રૂપાણી સરકારના કિસાન સંમેલન

Webdunia
શુક્રવાર, 18 ડિસેમ્બર 2020 (18:32 IST)
કેન્દ્ર સરકારના કૃષિ સુધારા કાયદાનો દેશભરમાં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. 23 દિવસથી દિલ્હીમાં વિવિધ રાજ્યોના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોમાં પણ હવે ધીરે-ધીરે કૃષિ બિલનો વિરોધ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં 65 વર્ષના સંત બાબા રામસિંહે આત્મહત્યા કરી લીધી છે. આમ, ખેડૂતો કૃષિ બિલના સામે સત્યાગ્રહ કરી રહ્યા છે, જ્યારે ગુજરાત ભાજપ તેના સમર્થમાં કિસાન સંમેલનો યોજી રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીથી લઈ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કેન્દ્રીય કૃષિમંત્રી પરસોતમ રૂપાલા કિસાન સંમેલનો યોજી ખેડૂતોને સમજાવી રહ્યા છે. જોકે આ કિસાન સંમેલનો ભાજપ સંમેલનો વધુ લાગી રહ્યાં છે. આ સંમેલનોમાં હાજર રહેતા મોટા ભાગના લોકો ભાજપના કાર્યકરો જ હોય છે. વાસ્તવમાં તો ભાજપનાં કિસાન સંમેલનોમાં હાજર રહેવાને બદલે ગુજરાતના ખેડૂતો તો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે
 
કિસાન સંમેલનને આજે 23મો દિવસ થઈ ગયો છે તેમ છતાં આંદોલનકારી ખેડૂતોનો નિવાડો આવ્યો નથી. દિલ્હીમાં ખેડૂતોના પ્રદર્શનને લઈને ભાજપના તંબુમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. કિસાન સંમેલનને લઈને કોંગ્રેસ મોકા જોઇ ચોકો મારીને ફાયદો ઉઠાવ્યો છે. ત્યારે ગુજરાતના 10 હજાર જેટલા ખેડૂતો દિલ્હીમાં ખેડૂત સમર્થન જવાની તૈયારીથી ભાજપ સરકારે કિસાન સંમેલન શરૂ કર્યું છે જેમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલ સુરખાઈ ગામે રાજ્યના મુખ્યમંત્રી આવીને કોંગ્રેસને આડેહાથ લઈને કૃષિબિલ ખેડૂતોના હિતમાં હોવાનો આલાપ માર્યો હતો અને કોંગ્રેસનો ‘કહી પે નિગાહે કહી પે નિસાના’ની વાતો કરી હતી. કોંગ્રેસની નિગાહે વડાપ્રધાન મોદી પર છે જે ખેડૂતોના ખભા નો ઉપયોગ કરી રહ્યા છે. તેવું નિવેદન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું હતું.
 
બીજી તરફ મહેસાણાના વિજાપુર ખાતે કૃષિ સંમેલન યોજાયું હતું. આ સંમેલન ઉત્તર ગુજરાત, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા અને ગાંધીનગર એમ ચાર જિલ્લાઓના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પુરૂષોત્તમ રૂપાલાએ ખેડૂતોને સંબોધન કર્યું હતું. ખેડૂતોના ચાલી રહેલા આંદોલન ઉપર કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો પણ કર્યા હતા. પુરુષોત્તમ રૂપાલાએ પોતાની ગામઠી ભાષામાં રમુજી મુડમાં ખેડૂતોને વાર્તાલાપ કર્યો હતો. પુરુષોત્તમ રૂપાલા કહ્યું હતું કે, આ દેશમાં ખેડૂત પેદા કરે અને ભાવ બીજા કરે? કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં વેપારી તમારા ઘરે આવીને માલ ખરીદશે. આ કાયદો દેશમાં જ્યારે સારી રીતે ચાલતો થશે ત્યારે ખેડૂત પોતાના પાકનો ભાવ જાતે નક્કી કરશે 17 ડિસેમ્બરના રોજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે બારડોલી ખાતે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પંચમહાલના મોરવા હડફમાં અને કેન્દ્રીય કૃષિમંત્રી પરસોતમ રૂપાલાએ રાજકોટના પડધરીમાં યોજાયેલા કિસાન સંમેલનમાં હાજરી આપી હતી, જ્યારે રાજ્યના કૃષિ મંત્રી આર.સી.ફળદુએ અમરેલીના સાવરકુંડલામાં તેમજ બનાસકાંઠાના ડીસામાં ગોરધન ઝડફિયા કિસાન સંમેલનમાં ઉપસ્થિત રહીને કિસાન હિતકારી નિર્ણયોની માહિતી આપી હતી.

સંબંધિત સમાચાર

Next Article