ધો-12નું સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર, આ રીતે કરો ચેક

Webdunia
શનિવાર, 25 મે 2019 (08:08 IST)
Gujarat Board GSEB Result 2019: ગુજરાત સ્કુલ એજ્યુકેશન બોર્ડ 25 મે ના રોજ બારમા ધોરણના આર્ટ્સ અને કોમર્સ સ્ટ્રીમના પરિણામ જાહેર , આ પરિણામોને તમે ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જઈને જોઈ શકશો. આ પરિણામ શનિવાર 25 મે ના રોજ જાહેર થઈ ગયું છે.

ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ આજે જાહેર થયું છે. સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું 85.03 ટકા આવ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ પંચમહાલનું 45.82 ટકા પરિણામ આવ્યું છે. 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 222 છે, જ્યારે 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 79 છે. સૌથી વધુ પરિણામ અમદાવાદના નવરંગપુરા કેન્દ્રનું 95.66 ટકા છે, જ્યારે સૌથી ઓછું પંચમહાલ મોરવા રેણાનું 15.43 ટકા આવ્યું છે. પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર વહેલી સવારથી જાહેર થઇ ગયું છે. જ્યારે 11 વાગ્યાથી શાળામાંથી માર્કશીટ મેળવી શકાશે. 2018માં પરિણામ 55.52%, વ્યવસાયિક પ્રવાહનું 52.29%, ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ 55.55% રહ્યું હતું. 2019માં સૌથી વધુ રેગ્યુલર 39 હજાર વિદ્યાર્થી સુરતથી નોંધાયા છે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશોને બાદ કરતાં સૌથી ઓછા 1511 વિદ્યાર્થી ડાંગ-આહવામાંથી નોંધાયા છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. રાજ્યમાંથી 5.33 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.
 
ઉલ્લેખનીય છે કે, હમણાં જ તારીખ 21મેના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવામાં આવેલી ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ કરવામાં આવ્યું. આ પહેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 10મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.
 
GSEB 12th Result 2019(12માં ધોરણનું) નું પરિણામ આ રીતે ચેક કરો
 
- GSEB ની સતાવાર વેબસાઈટ gseb.org પર જાવ
- હોમ પેજ પર Gujarat Class 12th Result 2019 લિંક પર ક્લિક કરો
- એક નવુ પેજ ખુલશે જ્યા ઉમેદવારોએ જરૂરી ડિટેલ્સ એંટર કરવી પડશે અને સબમિટ પર ક્લિક કરવુ પડશે.
- રિજલ્ટ સ્ક્રીન પર દેખાશે
- રિઝલ્ટ ડાઉનલોટ કરો અને ભવિષ્ય માટે તેની પ્રિંટઆઉટ કાઢી લો.

સંબંધિત સમાચાર

Next Article