2022 સુધીમાં તૈયાર થશે નવું સંસદ ભવન, ગુજ્જુ આર્કિટેકે તૈયાર કરી છે ડિઝાઇન

Webdunia
ગુરુવાર, 8 ઑક્ટોબર 2020 (20:20 IST)
પદમ શ્રી એવોર્ડ પ્રાપ્ત કરનાર અમદાવાદના આર્કિટેક્ટ બિમલ પટેલ શહેરી નિર્માણ, અને શિક્ષણ સાથે જોડાયેલા આર્કિટેક્ટ છે. બિમલ પટેલના જાણીતા કામમાં દેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર સાબરમતી રીવર ફ્રન્ટનો સમાવેશ થાય છે. ગુજરાતી આર્કિટેક્ટ બિમલ પટેલે. દેશ અને દુનિયામાં મહત્ત્વના પ્રોજેક્ટ્સની ડિઝાઇન બનાવનારા બિમલ પટેલનો આ સેન્ટ્લ વિસ્ટા પ્રોજેક્ટ 2022માં પુરો થશે.
 
અંદાજે  10,000 કરોડના ખર્ચે તૈયાર થશે નવું સંસદભવન
હાલનું સંસદભવન વર્ષો જૂનું હોવાથી નાનું પડી રહ્યું છે અને અવગડ પડી રહી છે. સંસદ ભવન તેની મહત્તમ બેઠક વ્યવસ્થા સુધી પહોંચી ચૂક્યું છે. વધતી વસતિને ધ્યાનમાં રાખીને બેઠક-સંખ્યા વધારવા માટે મેપ તૈયાર થઈ ગયો છે અત્યાર સુધી સંસદ અને વિવિધ મંત્રાલય સંબંધિત કેટલીય સરકારી કચેરીઓ દિલ્હીમાં અલગ વિસ્તારોમાં આવેલી છે તેમાં ફેરફાર કરીને દરેક મંત્રાલયની દરેક કચેરી અહીં જ હોય તેવી પ્રાથમિકતા અપાઈ છે.
 
સંસદ ભવનનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સાઈટમાં થયો હોવાથી તેમાં અમુક હદથી વધુ ફેરફાર થઈ શકે તેમ ન હતું. કોંગ્રેસના શાસન દરમિયાન સંસદના સુધારીકરણની વાતો થતી હતી. પરંતુ કોઈ ચોક્કસ નિર્ણય લેવાનું સરકાર ટાળતી હતી.
 
ભારતીય સંસદભવનની નવી ઈમારત બાંધવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. મોદી સરકારે માત્ર નવું સંસદભવન જ નહીં, નવી દિલ્હીના 'સેન્ટ્રલ વિસ્તા' તરીકે ઓળખાતા સમગ્ર પરિસરના રૂપરંગ બદલવાનો નિર્ણય કર્યો છે. આ પરિસર એટલે રાષ્ટ્રપતિ ભવનથી લઈને ઈન્ડિયા ગેટ સુધીનો પટ્ટો, જેની ડિઝાઈન બ્રિટિશ સ્થપતિ એડવિન લ્યુટિયન્સ અને હર્બટ બેકરે તૈયાર કરી હતી. આ સમગ્ર વિસ્તાર ચાર કિલોમીટરમાં પથરાયેલો છે.
 
આજના સંસદભવનની સૌપ્રથમ ડિઝાઈન 1914માં બની હતી. લ્યુટિયન્સની સામે પડકાર એ હતો કે ભારતીય સંસ્કૃતિ, ઈતિહાસ અને સ્થળની પસંદગીને ધ્યાનમાં રાખી સંસદભવનની ડિઝાઈન તૈયાર કરવાની હતી. તેમણે લક્ષ્મીના પ્રતીક રૂપી કમળ, હાથી, મેરુ પર્વત, વૈવસ્ત મનુ, વાસુકી નાગ વગેરે પૌરાણિક પાત્રો, સ્થળોને આવરી લેતી ડિઝાઈન તૈયાર કરવાનું વિચાર્યું.
 
પાછળથી તેમણે હિન્દુ-મુસ્લિમનાં પ્રતીક રૂપે કોઈ ડિઝાઈન વિશે વિચાર્યું. પરંતુ છેવટે  બૌદ્ધ ધર્મના પ્રતીક રૂપી અશોકચક્રની પરિકલ્પના તેમને પસંદ પડી અને આ રીતે હાઉસ ઓફ પાર્લામેન્ટ તરીકે ઓળખનારા સંસદભવનની રચના આકાર પામી. વિરાટ સ્તંભો અને હવા ઉજાસને ધ્વનિને લગતા સ્થાપત્યના સિદ્ધાંતો ધ્યાનમાં રાખી તેમણે પરસાળ બનાવી. જ્યારે ભવનની છતમાં મોગલ શૈલીની આકૃતિઓ-ડિઝાઈનનો સમાવેશ કર્યો.
 
સમગ્ર પ્રોજેક્ટની ડિઝાઈન આર્કિટેક્ટ બિમલ પટેલે કરી છે. હાલમાં ટાટા કંપનીને નવા સંસદ ભવન બનાવવાનો કોન્ટ્રેક્ટ મળ્યો છે. આ પ્રોજેક્ટ પર રૂ. 865 કરોડ ખર્ચ કરાશે. નવી સંસદ રાજ્યના પ્લોટ નંબર 118 પર બનાવાશે. પ્રોજેક્ટ અંતર્ગત નવી સંસદ ઉપરાંત, ઈન્ડિયા ગેટની આસપાસ 10 ઇમારત બનાવાશે જેમાં 51 મંત્રાલયોની કચેરીઓ હશે.
 
આ આખા પ્રોજેક્ટમાં જૂના બિલ્ડિંગની બંને તરફ ટ્રાયેન્ગલ શેપમાં બે બિલ્ડિંગ બનશે. જૂના સંસદભવનનો આકાર ગોળ છે, જ્યારે નવી ઈમારત ત્રિકોણ આકારમાં છે અને એને કારણે નવાં અને જૂનાં બિલ્ડિંગ્સને એકસાથે જોઈએ તો એે ડાયમંડ જેવો આકાર લાગશે. વિક્ટરી હાઉસ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ પાર્લમેન્ટ માટે અત્યાધુનિક સવલતો ઊભી કરવાનો છે. હાલ બંને ઈમારતોનો ઉપયોગ થવાનો છે, પણ ભવિષ્યમાં નવું બિલ્ડિંગ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
 
કોણ છે બિમલ પટેલ
અમદાવાદના 59 વર્ષીય આર્કિટેક્ટ બિમલ પટેલ અર્બન પ્લાનર છે. હાલમાં તેઓ અમદવાદની સેપ્ટ યુનિવર્સિટીના પ્રમુખ તરીકે પણ કાર્યરત છે. પાછલા 30 વર્ષોથી વ્યાવસાયીક અને શૈક્ષણિક ક્ષેત્રે જોડાયેલા પટેલે આર્કિટેક્ચરને લગતા અનેક વિષયોમાં સંશોધન કર્યુ છે. તેઓ સાબરમતી રિવરફ્રન્ટના આર્કિટેક્ટ છે. અને પોતાની પ્રાઇવેટ લી. પેઢી પણ ધરાવે છે.
 
વર્ષ 1995માં અમેરિકાના કેલિફોર્નિયાની બર્કલી યુનિવર્સિટીમાંથી શહેરી અને ગ્રામિણ આયોજનમાં ડૉક્ટેરટની પદવી મેળવનાર બિમલ પટેલે વર્ષ 1996માં એનવાયર્નમેન્ટ કૉલાબરેટિવ નામની એક નોન-પ્રોફીટ સંસ્થાની શરૂઆત કરી હતી. આ સંસ્થા પ્લાનિંગ રિસર્ચને લગતું કાર્ય કરે છે. તેમના પિતા પણ અમદાવાદ શહેરના ખૂબ જ જાણીતા આર્કિટેક્ટ હતા.

સંબંધિત સમાચાર

Next Article