ભારતનું એક એવું ગામ જ્યાં દરરોજ થાય છે ગાંધી-સરદારની પૂજા

Webdunia
શુક્રવાર, 2 ઑક્ટોબર 2020 (11:46 IST)
સરદાર પટેલ ભારતના લોખંડી પુરૂષ છે. ગાંધીજીએ દેશની આઝાદીમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એક ગામ એવું છે જ્યાં બંનેની પૂજા કરવામાં આવે છે. જ્યારે પણ દેશ આઝાદીના અંગે વાત થાય છે તો મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલના નામ આદરપૂર્વક જરૂર લેવામાં આવે છે. સરદાર વલ્લભાઇ પટેલ અને મોહનદાસ કરમચંદ ગાંધીને આમ તો  રાજકારણની ચર્ચાના સમયે જ યાદ કરવામાં આવે છે. જ્યારે દેશની આઝાદીના કિસ્સાની ચર્ચા થાય છે ત્યારે એક બે પ્રસંગ સુધી તેમના કાર્યોની ચર્ચા થાય છે. પરંતુ સૌરાષ્ટ્રના મોરબી જિલ્લામાં એક એવું ગામ આવેલું છે જ્યાં ગાંધી અને સરદાર પટેલની એકસાથે આરાધના થાય છે. 
 
આ ગામનું નામ છે લખધીરગઢ જે ટૅકારા તાલુકામાં આવેલું છે. અહીંના લોકો લોહપુરૂશ અને ભારતની એકતાના શિલ્પીની ઘણી કહાનીઓ રજૂ કરે છે. ગાંધીજીના પ્રિય ભજનને ગાઇને તેમને યાદ કરે છે. 
 
ગામના રામજી મંદિરમાં સરદાર પટેલ અને મહાત્મા ગાંધીનું ચિત્ર તૈયાર કરવામાં આવે છે. સવાર-સાંજ પ્રભુની આરતી સાથે આ બે ક્રાંતિકારીઓની પૂજા પણ કરવામાં આવે છે. આ ગામમા6 90 ટકા જનસંખ્યા પાટીદાર સમાજના છે. રામજી મંદિર બન્યું ત્યારથી આ બંને મહાપુરૂષોની વંદના કરવામાં આવે છે. ગામવાળા સરદારના આદર્શ નિયમોને આજે પણ અનુસરે છે. જ્યારે ગાંધીજી જેવી જીવનશૈલીમાં રહે છે. રાજ્યનું આ એક એવું ગામ છે જ્યાં સરદાર પટેલ અને ગાંધીજીની વંદના થાય છે. સ્મારક લોકાર્પણ અને તિથિના દિવસે રંગ બદલવા પર રાજકારણીના તેમના એક-બે પ્રસંગને યાદ કરીને આખો દિવસ વિતાવી દે છે, પરંતુ અહીં દરરોજ ગાંધીજી અને સરદાર પટેલની પૂજા કરીને તેમને યાદ કરવામાં આવે છે. 
 
મોરબીના ટંકારા પણ દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ છે, પરંતુ લખધીરગઢ ગામ આઝાદીના દાયદાઓ બાદ પણ સ્વતંત્રતાની ગતિવિધિઓ પર આધારભૂત આ બે વ્યક્તિને ભૂલ્યા નથી. 1200 લોકોની વસ્તી ધરાવતા આ ગામની ખાસ વાત એ છી કે અત્યાર સુધી આ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાની કોઇ જરૂર પડી નથી. ગામાના લોકો સર્વાનુમતે એક વ્યક્તિને ચૂંટે છે. જે ગામની પ્રગતિ અને સમૃદ્ધિ માટે મહેનત કરે છે. 
 
આસપાસ ઘણા ઔદ્યોગિક યૂનિટ સ્થિત છે. લાદી બનાવનાર કંપનીઓના પેન્ટ પ્લાન્ટ છે. ગામમાં 2 હજાર જેટલા લોકોને આ એકમો દ્વારા રોજીરોટી મળે છે. સાથે-સાથે ગામના ખેડૂતો ખેતી કરે છે. એકતાની સમજણને આ ગામના લોકોએ પોતાની વિચારધારા અપનાવી છે. ગામમાં ક્યારેય કોઇ રાજકીય હોબાળો થયો નથી. ગામમાં તમામ પ્રકારની સુવિધા છે અને ગામને શ્રેષ્ઠ નિર્મલ ગામ તરીકે પણ એવોર્ડ મળ્યો છે. દેશના સાચા ક્રાંતિકારીઓને યાદ કરવાના બદલે દરરોજ કોઇપણ પ્રકારે યાદ કરી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આ ગામે પુરૂ પાડ્યું છે.

સંબંધિત સમાચાર

Next Article