પૂર્વ આઇપીએસ ડી જી વણઝારા 108 છોકરીઓના લગ્નના સાક્ષી બનશે

Webdunia
બુધવાર, 1 માર્ચ 2023 (23:13 IST)
'વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ' દ્વારા 19 માર્ચ 2023 ના રોજ જગદીશ્વર ફાર્મ, મૌની ઈન્ટરનેશનલ સ્કૂલ સામે, ઉતરાણ, મોટા વરાછા, સુરત (ગુજરાત) ખાતે વિશાળ અને ભવ્ય '5મો સર્વ જાતી શાહી સમૂહ લગ્નોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો સાંજે 4 થી 9:30 સુધી ચાલશે. જેમાં 108 દીકરીઓના લગ્ન કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતના આ કાર્યક્રમમાં દિગ્ગજ મહાનુભવો અને દાતા ઓ પધારવાના છે

આ કાર્યક્રમમાં મેહુલભાઈ માલવીયા અને તેમના સાથી મિત્રો આ કાર્યક્રમમાં સફળ બનાવવા મહેનત કરી રહ્યા છે  અને આ સમારોહના અધ્યક્ષ પૂર્વ આઈપીએસ ડી.જી.વણઝારા છે, તેવી માહિતી સંસ્થા સાથે સંકળાયેલા સામાજિક કાર્યકર દિલીપ પટેલે આપી છે. આ કાર્યક્રમનું આયોજન વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે

સંબંધિત સમાચાર

Next Article