રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ, અમદાવાદની ગુજરાત-આંબેડકર યુનિવર્સિટીના VC પણ ગેરલાયક

Webdunia
શનિવાર, 5 માર્ચ 2022 (08:54 IST)
તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિને ગેરલાયક ઠેરવી નિમણૂક રદ કરવા આદેશ કર્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટીના ડીન ડૉ. નિદત બારોટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. નીતિન પેથાણી સહિત ગુજરાત અને આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ તેમજ રાજ્યની બીજી અનેક યુનિવર્સિટીઓમાં પણ લાયકાત વિનાના કુલપતિઓ ફરજ બજાવે છે. ત્યારે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હાલમાં કાર્યરત આ કુલપતિઓને તેમાં દર્શાવેલા નિર્દેશ મુજબ તાત્કાલિક અસરથી રાજીનામા લઈને ઘરે બેસાડે અને શિક્ષણજગતને એક સારું ઉદાહરણ પૂરું પાડે તેવું જણાવ્યું છે. ડૉ. બારોટે વધુમાં કહ્યું કે, સરદાર પટેલ યુનિવર્સિટીના લાયકાત ન ધરાવતા કુલપતિ શિરીષ કુલકર્ણીની નિયુકિત સુપ્રીમ કોર્ટે રદ કરી. જે કારણસર શિરીષ કુલકર્ણીની નિયુકિત રદ થઈ તેવા જ કારણોવાળા હાલમાં ગુજરાતની યુનિવર્સિટીઓમાં કુલપતિ તરીકે કાર્યરત છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડયા સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબની યોગ્ય લાયકાત નથી.અમદાવાદની જ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ અમી ઉપાધ્યાય કે જેને 2012માં પ્રોફેસ૨ની ભરતી વખતે નિષ્ણાતની કમિટીએ ગેરલાયક ઠરાવ્યા હતા તેમને સરકારે 2019માં કુલપતિ બનાવ્યા તે પણ યુજીસી મુજબ લાયકાત ધરાવતા નથી. ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં હાલ કાર્યરત હર્ષદ શાહ માત્ર બીએસસી ગ્રેજયુએટ છે. તેઓની હિરો હોન્ડાની એજન્સીનું ઉઠમણું થતાં તેઓને સાચવવાના ભાગરૂપે સરકાર આઠ વર્ષથી ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ છે. તેઓ યુજીસીની લાયકાત ધરાવતા નથી. સરકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે ભાગ પાડીને જૂનાગઢ યુનિવર્સિટી અલગ આપી અને જૂનાગઢ યુનિવર્સિટીમાં હાલમાં કાર્યરત ચેતન ત્રિવેદી જે પ્રોફેસર તરીકે પણ લાયક ન હતા, જે લાગવગ અને ભલામણથી પ્રોફેસર બન્યા અને બે વર્ષમાં જૂનાગઢ યુનિવર્સિટીના લાયકાત ન ધરાવતા કુલપતિ બન્યા.

સંબંધિત સમાચાર

Next Article