વર્ષ 1962માં પ્રવીણ મસાલેવાલે દ્વારા સુહાના અને અંબારી બે બ્રાન્ડ ન શરૂઆત કરવામાં આવી હતી અને આ 60 વર્ષના ગાળામાં સુહાના મસાલા 40 થી વધુ દેશોમાં એક્સપોર્ટ થાય છે અને 300 થી વધારે પ્રોડક્ટ્સ ના 600થી વધારે એસકેયૂ થકી 700 કરોડથી વધારે નું બિઝનેસ કરી રહ્યું છે. ભારત ના મસાલા માર્કેટ માં પોતાની પકડ વધુ મજબૂત કરવાના હેતુસર ગુજરાત નું પ્રથમ કંપની સ્ટોર અમદાવાદ ખાતે સુહાના બજાર ની શરૂઆત કરવામાં આવી છે જ્યા રેડી ટુ કુકના પ્રોડક્ટ્સ અને મસાલાની સંપૂર્ણ રેન્જ ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે.
સુહાના મસાલાના ડિરેક્ટર વિશાલ ચોરડીયા એ જણાવ્યું કે " અમે ગુજરાતમાં પ્રથમ કંપની સ્ટોર ખોલતા ખુબજ આનંદ અનુભવીએ છીએ. ગુજરાત માં અમે હવે ફ્રેન્ચાઈઝ મોડેલ તરફ આગળ વધીશું અને ગુજરાતમાં કંપનીનું વિસ્તરણ કરીશું. અત્યારે અમારી પાસે 300થી વધારે પ્રોડક્ટની રેન્જ છે અને અમે અમારા પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં દિવસે-દિવસે વધારો કરી રહ્યા છીએ. અમે ભારતમાં દરેક રાજ્યના સ્વાદ ને અનુરૂપ મસાલા બનાવીએ છીએ."
તેમણે વધુમાં જણાવ્યું કે "મસાલા એ ભારતીય ઉપભોક્તાના મુખ્ય વપરાશનો એક ભાગ રહ્યો છે અને આપણે ભવિષ્યમાં પણ આ માંગમાં વધારો જોવા મળશે. અમારા આ સ્ટોર ખાતે અથાણાંની પ્રખ્યાત શ્રેણી, સુહાના કિચન કિંગ, સબજી મસાલા, પનીર મસાલા જેવા અમારા મસાલાની પનીર ટીક્કા, પનીર બટર મસાલા, વેજ કોલ્હાપુરી વગેરે જેવા મસાલાની સરળ રેંજ જેવી અમારી તમામ વસ્તુઓ એકજ છતની નીચે ઉપલબ્ધ રહેશે. કોવિડ-19 પછી અમે અમારી હેલ્થ કેટેગરી માં નવા પ્રોડક્ટનો ઉમેરો કર્યો છે જેમાં મોર્નિંગ પાવડર, ટર્મરિક લાટે અને મધનો સમાવેશ થાય છે.