Covid Vaccine Registration - કોવિડ 19ની વૈક્સીન રજિસ્ટ્રેશન કરાવતા પહેલા જાણી લો જરૂરી વાતો

Webdunia
મંગળવાર, 2 માર્ચ 2021 (11:53 IST)
દેશમાં કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં કોવિડ 19 વેક્સીન અભિયાનનો બીજો ફેઝ શરૂ થઈ ગયો છે. ફ્રંટલાઈન કોરોના વોરિયર્સ પછી હવે સામાન્ય નાગરિકોને કોવિડ 19 ની વેક્સીન આપવામાં આવી રહી છે. જો તમે આવામાં કોવિડ 19ની વેક્સીન માટે રજિસ્ટ્રેશન કરવા જઈ રહ્યા છો તો તમારે આ જાણવુ ખૂબ જરૂરી છે. કોરોના વાયરસની વેક્સીન માટે લોકોએ ફક્ત CoWIN વેબસાઈટ પર જ રજિસ્ટર્ડ કરવાનુ છે. 
 
સ્વાસ્થ્ય મંત્રાલયે નાગરિકોને એલર્ત આપ્યુ છે કે COVID-19 વેક્સીન માટે એપોઈંટમેંટ માટે રજિસ્ટ્રેશન અને બુકિંગ CoWIN વેબસાઈટ દ્વારા જ કરવુ જોઈએ. આ ધ્યાન આપવુ જોઈએ કે લાભાર્થી રજીસ્ટ્રેશન માટે કોઈપણ CoWIN મોબાઈલ એપ નથી. ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ CoWIN  એપ ફક્ત એડમિનિસ્ટ્રેટર્સ માટે જ છે.  
 
સરકારે જ્યારે પહેલા CoWIN એપનુ એલાન કર્યુ હતુ તો સામાન્ય નાગરિકો માટે નથી. આવામાં CoWIN એપને ગૂગલ પ્લે સ્ટોર કે પછી ઓનલાઈન સર્ચ કરીને ડાઉનલોડ ન કરો. કારણ કે આવામાં તમે કોઈ ફર્જી એપ ડાઉનલોડ કરી શકો છો. ઓનલાઈન પહેલાથી જ અનેક ફેક એપ્સ રહેલા છે તો આવામાં સાવધાન રહેવાની જરૂર છે. 
 
નાગરિકોને જાણ હોવી જોઈએ કે કોવિડ 19 વેક્સીન રજીસ્ટ્રેશન માટે કોઈપણ એપ જરૂરી નથી. આ માટે ફક્ત ઓફિશિયલ વેબસાઈટ CoWIN પર જ જવાનુ છે અને ત્યા રજીસ્ટ્રેશન થશે. આજથી દેશના નાગરિકો માટે વૈક્સીનેશન અભિયાન આગામી ફેઝ શરૂ થઈ ગયો છે. આવામાં દેશના નાગરિક વેબસાઈટ સાથે ખુદને રજિસ્ટર્જ કરીને તમે નિકટના સેંટર પર જઈને વેક્સીન લગાવી શકો છો. 
 
- એક મોબાઈલ નંબરથી એક વ્યક્તિ 4 સભ્યોને રજીસ્ટર્ડ કરી શકે છે. જો કે આ દરમિયાન એક મોબાઈલ નંબરથી રજીસ્ટર્ડ કરવુ બધા લોકોની પાસે એક સામનય મોબાઈલ નંબર રહેશે.  પણ અન્ય માહિતી જુદી જુદી રહેશે. આ માટે સૌથી પહેલા cowin.gov.in વેબસાઈટ પર જવુ પડશે. ત્યારબદ તમને તમારો મોબાઈલ નંબર કે પછી આધાર નંબર નોંધાવવો પડશે. ત્યારબાદ તમારો  મોબાઈલ  નંબર પર ઓટીપી આવશે. જેને નોંધીને તમે તેના પર રજીસ્ટર્ડ થઈ જશો. 
 
અહી તમે આ જ રીતે તમારા પરિવારના અન્ય સભ્યો માટે પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. હવે તમે તમારી સગવડ મુજબ તમારા નિકટના સેંટર અને નક્કી સમયની પસંદગી કરી શકો છો. ત્યારબાદ તમને જે પણ તારીખ અને સમય પર સ્લોટ મળ્યો છે તે સમય પર વેક્સીન સેંટર પહોચીને ખોરાક લઈ શકો છો. ત્યારબાદ તમને રેફ્રેસ આઈડી બતાવીને તમારુ વૈક્સીનેશન સર્ટિફિકેટ પણ મેળવી શકો છો. જો તમારી વય 45 વર્ષના નિકટ છે તો તમને તમારી ગંભીર બીમારીની માહિતી આપવી પડશે. જેને માટે ડોક્ટર દ્વારા રજુ મેડિકલ સર્ટિફિકેટ બતાવવુ પડશે. એકવાર નોંધણી કરાવ્યા પછી યુઝરને એક દિવસમાં એક એપોઈંટમેંટ મળશે. 
 
દેશમાં કોરોના વાયરસ વેક્સીન લગાવવા માટે સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરાવવુ પડશે કોરોના વેક્સીન માટે લોકોને પ્રાઈવેટ હોસ્પિટલમાં પ્રતિ વેક્સીન માટે 250 રૂપિયા આપવા પડશે. બીજી બાજુ દેશના સરકારી હોસ્પિટલમાં પ્રતિ વેક્સીન માટે કોઈપણ ચાર્જ નથી મતલબ વેક્સીન મફત છે. જો તમને કોરોનાવાયરસ માટે વેક્સીન લગાવવી છે તો કોઈપણ તારીખે દિવસે 3 વાગ્યા પહેલા જ બુકિંગ કરી શકાય છે. રોજ સ્લોટ ખુલશે અને એ જ દિવસ માટે 3 વાગ્યા સુધી ખુલ્લો રહેશે.  આ સ્લોટ સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. 
 
બીજી બાજુ તમને આગળ કોઈપણ દિવસની બુકિંગ કરવી છે તો એ માટે સ્લોટ હંમેશા ખુલ્લો રહેશે અને આગળની તારીખ માટે બુકિંગ કરાવી શકો છો. જો બીજી વેક્સીન લગાવવાની વાત કરીએ તો પહેલી વેક્સીન મળવાની તારીખના દિવસે જ ત્યારબાદ 29માં દિવસ માટે એ વેક્સીન સેંટર પર બીજીવાર વેક્સીન લગાવવા માટે સ્લોટ બુક કરી શકાય છે.  તેમા ધ્યાન આપવની વાત એ છે કે જો કોઈપણ વ્યક્તિ વેક્સીન લગાવવાની તારીખને કેંસલ કરે છે તો બીજી વેક્સીન લગાવવાનો સ્લોટ પણ કેંસલ થઈ જશે. 
 

સંબંધિત સમાચાર

Next Article