સાત મહત્વની નદીઓના સંગમ સ્થાન પર વૌઠામાં ગધેડાના મેળાનો પ્રારંભ,

Webdunia
શુક્રવાર, 3 નવેમ્બર 2017 (13:08 IST)
આ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં વૌઠા નામના ગામના પાદરમાં રંગબેરંગી લીટા ટપકા વાળા ગધેડાઓનો મેળો યોજાય છે.ત્‍યારબાદ ચૌદસ-પૂનમ બે દિવસ માનવીઓનો મેળો હોય છે. આ મેળામાં એક સમયે ગરીબ ખેડૂતો ગાડાઓ જોડી, શ્રીમંતો ટ્રેકટર લઇ આવતાં આ 'ગદર્ભ મેળા'ની જાહેરાત રેડીયો દ્વારા કરાવામાં આવતી હતી. લોક સાહિત્ય-મનોરંજન કાર્યક્રમો સાથે મેળામાં વિવિધ પ્રકારની મનોરંજક ફિલ્મો પણ પ્રસારીત થતી હતી. આમતો મેળાનું નામ પડે તો બધાના મગજમાં સૌરાષ્ટ્રના જ મેળાઓ નજરે ચડતા હોય છે.

આ વૈઠાનો મેળો મધ્ય ગુજરાતની સાત મહત્વની નદીઓના સંગમ સ્થાન પર થાય છે.આ મેળામાં ગધેડાનું જે બજાર ભરાય છે તે કચ્છ-કાઠીયાવાડ અને ગુજરાતના વિવિધ ગામો અને રાજસ્થાથી લોકો આવે છે. વૈઠાના આ મેળામાં ભુતકાળમાં પણ પાંચથી છ હજાર ગધેડાના મેળામાં સોદા થતાં જેમ એક યુગમાં ઉંટ કિંમતી ગણાતા તેમ ગધેડાની પણ કિંમત હતી. આપણા એક યુગનાં વડાપ્રધાન સ્વ ચન્દ્રશેખરે તો ગધેડાને શ્રમનું પ્રતિક ગણી પોતાના ફાર્મ હાઉસમાં ગધેડાનું સ્ટેચ્યું રાખતાં. બહુ ઓછા લોકોને જાણ હશે કે ડેમોક્રેટીક પક્ષે પોતાનું નિશાન ગદર્ભ રાખ્યું છે.

સંબંધિત સમાચાર

Next Article