અમદાવાદની 400થી વધુ હોસ્પિટલ અને નર્સિંગ હોમના ડોક્ટરો રસ્તા પર ઉતર્યાઃ બે દિવસ OPD બંધ

Webdunia
શનિવાર, 14 મે 2022 (14:37 IST)
અમદાવાદ શહેરમાં ફોર્મ સી અને બીયુ પરમિશન મામલે અમદાવાદની 400થી વધુ હૉસ્પિટલો અને નર્સિંગ હોમ સંચાલકો આજથી બે દિવસની હડતાળ પર ઉતર્યા છે. આજે અને આવતીકાલે અમદાવાદની તમામ હૉસ્પિટલો અને નર્સિંગ હોમ નિયમિત પ્રવેશ, ઓ.પી.ડી. સેવાઓ અને પ્લાન કરેલી સર્જરીની કાર્યવાહી બંધ રહેશે.

અમદાવાદમાં વલ્લભ સદન-આશ્રમ રોડ ખાતેથી એક વિશાળ રેલી યોજી ધરણા પર બેઠા છે.અમદાવાદની ખાનગી હોસ્પિટલના સંચાલકો અને તબીબોએ વલ્લભ સદન-આશ્રમ રોડ ખાતેથી એક વિશાળ રેલી યોજી ધરણા પર બેઠા છે. ધરણા પ્રદર્શન ખાતે રામધૂન બોલાવી પોતાનો રોષ પ્રગટ કરી રહ્યા છે. ડોક્ટરોના વિરોધ પ્રદર્શનનના કારણે લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે. જોકે, આંદોલનકારી હોસ્પિટલ સંચાલકોનો તર્ક છે કે, તેઓ ભલે વિરોધ નોંધાવી રહ્યા હોય પરંતુ બ્લડ ડોનેશન કાર્યક્રમ થકી પોતાની સમાજ પ્રત્યેની ફરજ અદા પણ કરી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં પણ તેમની માંગણીઓનો ઉકેલ ન આવતાં અંતે વિરોધ નોંધાવવાની ફરજ પડી છે.

1949થી 2021 સુધી, તમામ હૉસ્પિટલો અને નર્સિંગ હોમ્સ બોમ્બે નર્સિંગ હોમ્સ રજિસ્ટ્રેશન એક્ટ 1949 હેઠળ હૉસ્પિટલોની નોંધણી માટે જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા છે. અત્યાર સુધી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ કોઈ પણ પ્રકારની સમસ્યા વિના નોંધણી કરવામાં આવી છે. પરંતુ ઑક્ટોબર 2021થી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ અધિનિયમ હેઠળ નોંધણી માટે વેલિડ બિલ્ડિંગ યુઝ (બીયુ) પરવાનગીની માંગ કરવાનું શરૂ કર્યું, જેના કારણે તેઓ વિરોધ નોંધાવી રહ્યાં છે. ઑક્ટોબર 2021 સુધી નર્સિંગ હોમ અને હૉસ્પિટલોના રજિસ્ટ્રેશન માટે ક્યારેય બીયુ પરવાનગીની જરૂર નહોતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેતે હોસ્પિટલની યોગ્યતા સહિત સ્ટાફની વિગતોની ચકાસણી કર્યા બાદ નોંધણી પ્રમાણપત્ર જારી કરતું હતું, જેને સામાન્ય રીતે ફોર્મ 'સી' તરીકે ઓળખવામાં આવે છે.

સંબંધિત સમાચાર

Next Article