બાળકો માટે 2 વેક્સીનને મંજુરી, 6-12 વર્ષના બાળકોને કોવેક્સિન અને 12થી વધુ વયના બાળકોને જાયકોવ ડી અપાશે

Webdunia
મંગળવાર, 26 એપ્રિલ 2022 (15:15 IST)
ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ DCGI એ ભારત બાયોટેકના કોવેક્સિનને 6 થી 12 વર્ષની વયના બાળકો માટે કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપી છે. આ સિવાય Zydus Cadilaની Zycov D રસી પણ 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી છે.  
 
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) ની વિષય નિષ્ણાત સમિતિ (SEC) ની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 2-12 વર્ષની વય જૂથના બાળકોમાં ભારત બાયોટેકના કોવેક્સિનના ઉપયોગ માટે ડેટા માંગવામાં આવ્યો હતો. 
 
દેશમાં કોરોના સામે યુદ્ધ ચાલી રહ્યું છે. માસ્કને લઈને વેક્સિનને લઈને સતત જાગરુત કરવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે સમાચાર એજન્સી ANIના સૂત્રોના અહવેલાથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે જે અંતર્ગત ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ 6-12 વર્ષના બાળકોને કોવેક્સિનની મંજૂરી આપી દીધી છે. કોવેક્સિન હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે તૈયાર કરી છે.
 
હાલમાં, Corbevax રસી 12-14 વર્ષની વયના બાળકોને આપવામાં આવે છે. 15-17 વર્ષના બાળકોને કોવેક્સિનનો ડોઝ આપવામાં આવે છે. આજે મળેલી મંજૂરી બાદ દેશમાં 6 થી 12 વર્ષ અને તેથી વધુ વયના બાળકોને કુલ 3 કોરોના રસી આપવામાં આવશે.
 
Corbevax મંજૂરીની રાહ જુએ છે
DCGI ની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC) એ તાજેતરમાં 5 થી 11 વર્ષની વયના બાળકો પર Corbevax રસીના કટોકટીના ઉપયોગની ભલામણ કરી હતી. આ મુદ્દે ગુરુવારે પેનલે બેઠક યોજી હતી. Corbevax એ હૈદરાબાદ સ્થિત કંપની બાયોલોજિકલ E દ્વારા સ્વદેશી રીતે વિકસિત RBD પ્રોટીન સબ-યુનિટ રસી છે.

સંબંધિત સમાચાર

Next Article