ભારતમાં કોરોનાનો કહેર કેવી રીતે વિકરાળ રૂપ લઈ ચુક્યો છે, તેનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે દેશમાં મહામારીની બીજી લહેરે સંક્રમણના હિસાબથી આખી દુનિયાના બધા રેકોર્ડ તોડ્યા છે. વર્લ્ડોમીટરના મુજબ બુધવારે રાત્રે 12 વાગ્યા સુધી 24 કલાકમાં ભારતમાં કોરોનાના 3,15,478 નવા સંક્રમિત મળ્યા. મહામારીની શરૂઆતથે એલઈને અત્યાર સુધી એક દિવસમાં સંકમિત મળ્યા. મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી એક દિવસમાં સંક્રમિતોની આ સંખ્યા આખી દુનિયામાં સર્વોચ્ચ છે. આ ઉપરાંત વિશ્વમાં એક દિવસમાં સૌથી વધુ નવા સંક્રમિત મળવાનો રેકોર્ડ અમેરિકા પાસે હતો.
અમેરિકામાં 8 જાન્યુઆરી, 2021 ના રોજ 3,07,570 નવા સંક્રમિત મળ્યા, પરંતુ હવે આ મામલે ભારત સૌથી આગળ નીકળી ગયુ છે સતત છ દિવસ સુધી કોરોના દર્દીઓનો દૈનિક મૃત્યુ દર રેકોર્ડ તોડી રહ્યો છે, 24 કલાકમાં કુલ 2101 કોરોના દર્દીઓએ દમ તોડી દીધો. આ સાથે, દેશમાં કોરોના વાયરસને કારણે મૃત્યુ પામનારા લોકોની કુલ સંખ્યા વધીને 1,84,672 થઈ ગઈ. અત્યાર સુધીમાં સંક્રમિતોની સંખ્યા વધીને 1,59,24,732 થઈ ગઈ છે. દેશમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 22,84,209 પર પહોંચી છે. આ કુલ સંક્રમિતોની સંખ્યાના 14.3 ટકા છે.
ઠીક થવાનો દર 85 ટકાથી નીચે
કોરોના સંક્રમિત લોકોના સ્વસ્થ થવાનો દર ઘટીને 84.5 ટકા રહી ગયો છે. આંકડા મુજબ આ બીમારીથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને 1,34,47,040 થઈ ગઈ છે. કોરોનાથી રાષ્ટ્રીય સ્તર પર મૃત્યુ ઘર ઘટીને 1.20 ટકા થઈ ગયો છે, પણ મહારાષ્ટ્રમાં આ દર 1.5 ટકા અને પશ્ચિમ બંગાળમાં 1.6 ટકા છે.
આઠ રાજ્યોમાં 75 ટકા મોત
દેશમાં 24 કલાક દરમિયાન સૌથી વધુ મહારાષ્ટ્રમાં 568 લોકોનાં મોત થયાં. ત્યારબાદ દિલ્હીમાં 249, છત્તીસગઢમાં 193, યુપીમાં 187, ગુજરાતમાં 125,
કર્ણાટકમાં 116 લોકો, પંજાબમાં 69 અને મધ્યપ્રદેશમાં 75 લોકો મૃત્યુ પામ્યા છે. આ આઠ રાજ્યોમાં કુલ 1556 લોકોના મોત થયા છે, જે કુલ 2101 મૃત્યુમાંથી 75.2 ટકા છે.
59 ટકા સંક્રમણ ફક્ત આ 6 રાજ્યોમાં
મહારાષ્ટ્રમાં સૌથી વધુ 67,468 નવા સંક્રમિત મળ્યા છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં 33106, દિલ્હીમાં 24638, કર્ણાટકમાં 23558, કેરલમાં 22414 અને