જાણો કેમ અમદાવાદમાં 70 ડૉક્ટરો પોતાના કામથી અળગા રહ્યાં

Webdunia
શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2020 (12:56 IST)
અમદાવાદમાં એસવીપી હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટરના પિતા કોરોના થતાં તેમને એસવીપીમાં દાખલ કરવાનો ઈન્કાર કરતાં 70 ડોક્ટર કામથી અળગા રહ્યા હતા. જો કે, સિનિયર ડોક્ટરોની મધ્યસ્થીથી તમામ ડ્યૂટી પર ફરી હાજર થયા હતા. એસવીપીના એક રેિસડન્ટ ડોક્ટરના પિતાને કોરોના થતાં તેઓ એસવીપી ગયા હતા. જોકે સત્તાવાળાઓએ તેમને દાખલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. આ ઘટનાને કારણે રેિસડન્ટ ડોક્ટરો ઉચ્ચ અધિકારીઓ પાસે દોડી ગયા હતા. તેમણે રેસિડન્ટ ડોક્ટરના પિતાને એસવીપીમાં કેમ દાખલ કરવામાં નઆવે? તેવો પ્રશ્ન પૂછ્યો હતો. જોકે બાદમાં ઉચ્ચ સત્તાવાળાઓએ દરમ્યાનગીરી કરી દર્દીને દાખલ કરી દીધા હતા. ત્યારે બીજી તરફ રેસીડન્ટ ડોક્ટરોએ એવી પણ રજૂઆત કરી હતીકે, તેઓ છેલ્લા બે મહિનાથી સતત કામ કરી રહ્યા છે. ત્યારે એક પણ રજા સિવાય સળંગ 8 કલાકની ડ્યૂટી કરવાને કારણે તેમના આરોગ્ય પર પણ અસર પડી રહી છે. એક સપ્તાહમાં તેમની ટીમમાંથી 40 તબીબો કોરોનાનો ચેપ લાગ્યો છે. 12 રેસિડન્ટ ડોક્ટરની એક ટીમમાં તો 9 રેસિડન્ટ ડોક્ટરને કોરોના થયો છે.

સંબંધિત સમાચાર

Next Article