શિક્ષણમંત્રીની ઓફલાઈન શિક્ષણ ચાલુ રાખવાની જીદમાં અમદાવાદની એક સ્કૂલના વધુ 2 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

Webdunia
બુધવાર, 29 ડિસેમ્બર 2021 (19:56 IST)
-અમદાવાદ શહેરમાં આજે વધુ બે નવા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા
-શહેરમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 265 નવા કેસ નોંધાયા
 
રાજ્યભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સ્કૂલોમાં પણ બાળકો કોરોના સંક્રમિત આવી રહ્યા છે. અમદાવાદમાં આજે રેકોર્ડ બ્રેક 265 નવા કેસ નોંધાયા છે. એવામાં શહેરની સ્કૂલમાં પણ બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત આવ્યા છે. બોડકદેવની એક સ્કૂલમાં ભણતા બે વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળતા સ્કૂલને 10 દિવસ માટે બંધ રાખવાની સૂચના અપાઈ છે. શાળા દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને ઈમેઈલ કરીને જાણકારી આપી હતી. સ્કૂલમાં વિદ્યાર્થીઓ એક બાદ એક સંક્રમિત આવી રહ્યા છે, છતાં પણ શિક્ષણમંત્રી દ્વારા સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ નહીં થાય તેમ જણાવ્યું હતું. 
 
અમદાવાદ શહેરમાં નવા જાહેર કરેલ માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર અગના નિર્ણય
 
 
અમદાવાદ શહેરમાં કોરાના સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવે છે. જેના ભાગરૂપે ઝોનમાંથી આવેલ રીપોર્ટના અનુસંધાને કન્ટેઇનમેન્ટ જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. હાલમાં અમદાવાદ શહેરમાં કુલ 9 માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર અમલમાં છે. કોવિડ-19ના કેસોને ધ્યાનમાં લઈ આજ રોજ નવા 2 વિસ્તારને માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

Next Article