મનોહર પર્રિકર આજે લેશે ગોવાના મુખ્યમંત્રી પદની શપથ, કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં આપ્યો પડકાર

Webdunia
મંગળવાર, 14 માર્ચ 2017 (12:02 IST)
કોંગ્રેસે ગોવાની રાજ્યપાલ દ્વારા મનોહર પર્રિકરને મુખ્યમંત્રી નિમણૂંક કરવાના નિર્ણયને હાઈકોર્ટમા પડકાર આપ્યો છે. કોંગ્રેસના વકીલે જણાવ્યુ કે હાઈકોર્ટ પર્રિકરના શપથ લેવા પર રોકની માંગવાળી અરજી પર મંગળવારે સવારે સુનાવણી કરવા સહમત થઈ ગઈ છે. મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ જે એસ ખેહરના રહેઠાણ પર શનિવારે સાંજે અરજી દાખલ કરવામાં આવે છે અને ન્યાયમૂર્તિ ખેહરે મંગળવારે સુનાવણી કરવા પર સહમતિ બતાવી. આ પ્રક્રિયામાં વિશેષ પીઠની રચના કરવામાં આવી છે. કારણ કે હાઈકોર્ટ હોળી પર એક અઠવાડિયાના રજા પર છે. ગોવા કોંગ્રેસ  ધારાસભ્ય દળના નેતા ચંદ્રકાંત કવલેકર તરફથી નોંધવામાં આવેલ અરજીમાં માંગ કરવામાં આવી છે કે પર્રિકરના મુખ્યમંત્રી પદની શપથ લેવા પર રોક લગાવવામાં આવે. અરજીમાં માંગ કરી છે કે પર્રિકરને મુખ્યમંત્રી નિયુક્ત કરવાના રાજ્યપાલના નિર્ણયને રદ્દ કરવામાં આવે. વકીલ દેવદત્ત કામથ તરફથી નોંધાયેલ અરજી પર વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંધવી દલીલ રજુ કરી શકે છે. તેમા કેન્દ્ર અને ગોવાના પક્ષકાર બનાવવામાં આવ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે પર્રિકરે સોમવારે રક્ષા મંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાનુ રાજીનામુ સોંપ્યુ. પીએમઓએ તેમનુ રાજીનામુ મંજૂરી માટે રાષ્ટ્રપતિને મોકલી આપ્યુ. રાષ્ટ્રપતિની તેના પર મોહર પછી નાણાકીય મંત્રી અરુણ જેટલીને રક્ષા મંત્રાલયનો વધુ ભાર આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જેટલી પાસે અગાઉ પણ રક્ષામંત્રીની જવાબદારી હતી.  પણ પછી મનોહર પર્રિકરને રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા હતા.  
 
આ પહેલા ગોવા વિધાનસભા ચૂંટણી પછી ઝડપથી રાજકારણીય ઘટનાક્રમમાં રક્ષા મંત્રી મનોહર પર્રિકરે રક્ષા મંત્રીના પદ પરથી રાજીનમૌ આપ્યુ. હવે તે 14 માર્ચના રોજ સાંજે પાંચ વાગ્યે એકવાર ફરી ગોવાના મુખ્યમંત્રી પદની શપથ લેશે. બીજેપીની સમર્થન આપનારી એમજીપીના નેતા સુધીર ઢવલીકરને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવશે. 
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા ગોવાની રાજ્યપાલ મુદુલા સિન્હાએ ભાજપા નેતા અને કેન્દ્રીય રક્ષા મંત્રી મનોહર પર્રિકરને સરકાર બનવવાનુ આમંત્રણ આપ્યુ હતુ. પર્રિકરે રવિવારે જ રાજ્યપાલ સાથે મુલાકાત કરી સરકાર બનાવવનો દાવો રજુ કર્યો હતો.  રાજ્યપાલે શપથ ગ્રહણ પછી 15 દિવસની અંદર પર્રિકરને બહુમત સાબિત કરવા કહ્યુ છે. 
 
Next Article